ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

Breaking: ઓપરેશન સિંદૂરઃ ભારતે ઘણા વધારે ટાર્ગેટ હીટ કર્યા હોવાનું પાકિસ્તાને પોતે સ્વીકાર્યું

નવી દિલ્હી 03 જૂન 2025: ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય જાંબાજોના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. ભારતે ઓપરેશન સિંદૂરમાં પહેલા ખાલી આતંકીઓને જ ટાર્ગેટ કર્યા, પણ જ્યારે પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી તો પછી તેમને જડબાતોડ જવાબ મળ્યો. હાલત એવી થઈ કે પાકિસ્તાન ક્યાં મોં બતાવવાને લાયક ન રહ્યું. જો કે આટલું હોવા છતાં પાકિસ્તાન ખોટુ બોલી રહ્યું છે. હવે પાકિસ્તાનના એક ઓફિશિયલ ડોઝિયરથી જાણવા મળે છે કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતે પાકિસ્તાનના એ ઠેકાણા પર પણ હુમલો કર્યો, જેની જાણકારી સેના તરફથી નહોતી આપવામાં આવી.

ભારતે જેટલું બતાવ્યું છે, તેના કરતા ક્યાંય વધારે પાકિસ્તાનને થયું છે નુકસાન

પાકિસ્તાનના ઓપરેશન બુનયાન ઉન માર્સોસ પર ડોઝિયરમાં કહેવાયું છે કે, ભારતના બતાવેલા ઠેકાણાથી કમસે કમ 8 વધારે ઠેકાણા પર હુમલો કર્યો. પાકિસ્તાની ડોઝિયરમાં આપવામાં આવેલા મેપમાં પેશાવર, ઝાંગ, સિંધમાં હૈદરાબાદ, પંજાબમાં ગુજરાત, ગુજરાંવાલા, ભવાલનગર, અટક અને છોર પર હુમલો દેખાડ્યો છે. ગત મહગિને હવાઈ હુમલા બાદ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વાયુસેનાએ આ સ્થાનોના નામ નથી લીધા. તેનાથી સ્પષ્ટપણે ખબર પડે છે કે ભારતે પાકિસ્તાનની કેટલી અંદર સુધી હુમલો કર્યો. ભારતે 20 નહીં પણ 28 જગ્યા પર હુમલા કર્યા હતા.

સેટેલાઈટ ઈમેજ કરી ચુકી છે પાકિસ્તાનનો ભાંડાફોડ

આ અગાઉ મેક્સોર ટેક્નોલોજી તરફથી જાહેર કરવામાં આવેલા સેટેલાઈટ ઈમેજરીએ ઓપરેશન સિંદૂર દરમ્યાન સટીક હુમલાથી થયેલા નુકસાનનો ખુલાસો કર્યો હતો. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઢાંચા વિરુદ્ધ પોતાના હુમલામાં ભારતે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મરીદકેમાં લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ સેન્ટર સહિત નવ સ્થાન પર હુમલો કર્યો હતો. 7મેના રોજ કરવામાં આવેલા હુમલામાં ટાર્ગેટેડ અન્ય સ્થાનોમાં મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચકસ્વરી, ભીમબર, નીલમ ઘાટી, ઝેલમ અને ચકવાલ સામેલ હતા.

ભારતે શરુઆતમાં ખાલી આતંકી ઠેકાણાને જ ખતમ કર્યા

7 મેના હુમલા બાદ ભારતે આ વાત પર ભાર આપ્યો હતો કે, તેમણે ખાલી આતંકી ઠેકાણાને જ ટાર્ગેટ બનાવ્યા હતા. પણ પાકિસ્તાને ભારતના પશ્ચિમી ભાગમાં રહેણાંક વિસ્તાર અને સૈન્ય ઠેકાણા પર ડ્રોન અને મિસાઈલો છોડી. ભારતે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર હુમલો કરી જવાબ આપ્યો. 11 હવાઈ ઠેકાણાને ટાર્ગેટ બનાવ્યા, તેમાં નૂર કાન, રફીદી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયન, સરગોધા, સ્કારુ, ભોલારી અને જૈકોબાબાદ સામેલ છે. ભારે નુકસાનના કારણે પાકિસ્તાન પાસે સીઝફાયર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, જેનાથી ત્રણ દિવસથી ચાલી રહેલો તણાવ ખતમ થયો.

ભારતે ભાર આપીને કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી દુશ્મનોને બતાવી દીધું કે કોઈ પણ નાપાક હરકત કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. ભારતમાં કોઈ પણ આતંકવાદી કાર્યવાહીને હવે યુદ્ધની કાર્યવાહી તરીકે જોવામાં આવશે અને કઠોર કાર્યવાહી થશે. હાલના સંઘર્ષ દરમ્યાન ભારતીય ક્ષમતાઓનું સારુ પ્રદર્શન થયું છે. પાકિસ્તાનના ડોઝિયરથી આ પણ ખુલાસો થયો છે કે ભારતે જેટલો સ્વીકાર કર્યો છે, તેનાથી ક્યાંય વધારે ઊંડો ઘા પાકિસ્તાનને વાગ્યો છે.

આ પણ વાંચો: VIDEO: ન્યૂઝીલેન્ડના મહિલા સાંસદે સંસદમાં કેમ ખુદની ન્યૂડ તસવીર બતાવી, કારણ જાણી ચોંકી જશો

Back to top button