રશિયાનું સૌથી ઘાતક Su-57 ફાઇટર જેટ બનશે ભારતમા! પુતિનની મોટી યોજના, ટ્રમ્પના F-35 વેચવાના સ્વપ્ન પર ગ્રહણ

નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર, 2025: ચીનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્હાલ્દિમીર પુતિનની મુલાકાતને જોઇને અમેરિકાના પેટમાં તેલ રેડાયુ હતુ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઊંઘ ઉડાવનારા વધુ એક સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલ અનુસાર રશિયા પોતાના 5મી જનરેશનના સૌથી એડવાન્સ્ડ લડાકુ વિમાન સુખોઇ Su-57ને ભારતમાં બનાવવાની યોજના પર ગંભીરતાથી વિચારી રહ્યુ છે. આ પગલું ફક્ત દેશોના સંબંધોને વધુ મજબૂત કરશે એટલુ જ નહીં પરંતુ અમેરિકાના લડાકુ F=35 લડાકુ વિમાનને ભારતમાં વેચવાના પ્રયત્નો પર પણ પાણી ફેરવી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને F-35 ફાઇટર જેટ વેચવા માગતું હતુ, તેના માટે તે પ્રયત્નો કરતુ હતું, પરંતુ રશિયા જો આ ફેંસલો લેશે તો અમેરિકાનુ સ્વપ્ન તૂટી જશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના લાંબા સમયથી 5મી પેઢીના ફાઇટર જેટની જરૂરિયાત પર ભાર મૂકી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતને હાલમાં ઓછામાં ઓછા બે થી ત્રણ સ્ક્વોડ્રન અદ્યતન ફાઇટર જેટની જરૂર છે. આ રેસમાં એક તરફ રશિયાના Su-57 અને બીજી તરફ અમેરિકાના F-35 છે. રશિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે આ વિમાનો ભારતને વેચવા માંગે છે, એટલુ જ નહી ભારતમાં તેનું ઉત્પાદન કરવા માટે પણ તૈયાર છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)આ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જે પહેલાથી જ નાસિકમાં Su-30 MKIનું ઉત્પાદન કરે છે.
રોકાણ અને ખર્ચ પર વિચાર-વિમર્શ
રશિયન એજન્સીઓ હાલમાં ભારતમાં Su-57નું ઉત્પાદન કરવા માટે કેટલા રોકાણની જરૂર પડશે તેનું મૂલ્યાંકન કરી રહી છે. જો આ પ્રોજેક્ટ શરૂ થાય છે, તો તેનો ફાયદો બમણો થશે. ભારતને વિશ્વનું સૌથી આધુનિક ફાઇટર એરક્રાફ્ટ મળશે. આ વિમાનોની કિંમત પણ ઓછી થશે, કારણ કે ઉત્પાદન અહીં કરવામાં આવશે. ભારતમાં પહેલાથી જ ઘણી ફેક્ટરીઓ છે જે રશિયા દ્વારા બનાવેલા લશ્કરી સાધનોનું ઉત્પાદન કરે છે. આનો ઉપયોગ Su-57 ઉત્પાદન માટે પણ થઈ શકે છે.
અમેરિકાનો તણાવ: F-35 પર ગ્રહણ
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર ઘણા ક્ષેત્રોમાં 50% સુધીના ટેરિફ અને રશિયન ક્રૂડની આયાતનો ઉલ્લેખ કરીને વધારાની 25% ડ્યુટી લાદી છે.
અમેરિકા ભારત પર F-35 ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે. પરંતુ જો ભારત અને રશિયા સાથે મળીને Su-57નું ઉત્પાદન શરૂ કરે છે, તો તે ટ્રમ્પની યોજનાને બગાડશે. આ સ્પષ્ટ સંકેત હશે કે ભારતની સંરક્ષણ જરૂરિયાતોમાં રશિયા સાથે ઊંડી ભાગીદારી છે.
S-400, S-500 અને હવે Su-57
ભારતે તાજેતરના વર્ષોમાં રશિયા પાસેથી S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદી છે અને હવે તેણે S-500માં પણ રસ દાખવ્યો છે. ભારત આ સાથે Su-57ને તેના વાયુસેનાનો ભાગ બનાવે તેવુ રશિયા ઇચ્છે છે. રસપ્રદ વાત એ છે કે ભારત અગાઉ રશિયાના 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ (FGFA) કાર્યક્રમનો ભાગ રહ્યું છે. જો કે, ટેકનિકલ અને નાણાકીય તફાવતોને કારણે, ભારતે આ પ્રોજેક્ટથી પોતાને દૂર રાખ્યા છે. પરંતુ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકા-ભારત તણાવે ફરી એકવાર આ પ્રોજેક્ટને પુનર્જીવિત કર્યો છે.
ભારતની પોતાની ફાઇટર યોજના
રશિયા સાથેનો આ સંભવિત સોદો એવા સમયે સમાચારમાં છે જ્યારે ભારત પોતે પોતાનું સ્વદેશી પાંચમી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ એરક્રાફ્ટની પ્રથમ પરીક્ષણ ઉડાન 2028 સુધીમાં અપેક્ષિત છે અને તેને 2035 સુધીમાં વાયુસેનામાં સામેલ કરવાનું લક્ષ્ય છે.
આ પણ વાંચોઃ ભારતે ચીનની ‘બેલ્ટ એન્ડ રોડ’ પહેલનો કર્યો વિરોધ, SCO દેશ ડેવલપમેન્ટ બેન્ક બનાવવા માટે સંમત












