હવે દહેજમાં ઘર, કાર કે ગોલ્ડ મળવુ જોઇએ તે પણ કેલ્ક્યુલેટ કરશે AI?

નવી દિલ્હી, 12 મે, 2025: આજકાલ ઓનલાઇન તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. કદાય ભાગ્યે જ એવુ કોઇ કામ હશે જે ઓનલાઇન કરી શકાતુ ન હોય, પરંતુ હવે એક અજીબ ઓનલાઇન સર્વિસ shadi.com લઇ આવ્યુ છે. તેની મદદથી તમે તમારુ દહેજ પણ ઓનલાઇન કેલ્ક્યુલેટ કરી શકો છો. તેના માટે તમારે પોતાની સાથે સંકળાયેલ કેટલી વિગતો ઉપલબ્ધ કરાવવી પડશે અને એક ક્લિકમાં જ ખબર પડી જશે કે લગ્નમાં તમને કેટલુ દહેજ મળવું જોઇએ. જોકે આની પાછળ એક મોટો હેતુ છૂપાયેલો છે, જે તમને હેરાન કરી શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
દહેજ જાણો ઓનલાઈન
Shadi.orgએ જાણીતી મેટ્રિમોનિયલ સાઇટ છે અને આ શોધ Shadi.comની એક પહેલ છે. અહીં, વ્યક્તિ પોતાની ઉંમર, વ્યવસાય, વેતન, શિક્ષણ વગેરે સંબંધિત માહિતી આપીને પોતાના માટે દહેજની ગણતરી કરી શકે છે. આટલું વાંચીને તમને ગુસ્સો આવી શકે છે પરંતુ આ એક સામાજિક જાગૃતિ અભિયાન છે. જેનો ઉદ્દેશ્ય દહેજ જેવી દુષ્ટ પ્રથા સામે લોકોને જાગૃત કરવાનો છે.
આ રીતે તે કામ કરે છે
દહેજ કેલ્ક્યુલેટરનું કામ લોકોને દહેજ સામે જાગૃત કરવાનું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ Shaadi.org વેબસાઇટ પર પોતાની વિગતો અપલોડ કરે છે, ત્યારે ક્લિક કર્યા પછી જે પરિણામ આવે છે તે દહેજની રકમ નહીં, પરંતુ છેલ્લા 10 વર્ષમાં દહેજને કારણે થયેલા મૃત્યુની સંખ્યા જણાવે છે. આ પછી, દહેજની ગણતરી કરવા આવેલા વ્યક્તિ માટે એક સંદેશ છોડી દેવામાં આવે છે કે “તમારી કિંમત શોધતા પહેલા, તમારી જાતને પૂછો કે તેના (છોકરી) જીવનની કિંમત શું છે.”
આ પણ વાંચોઃ ભારત અને પાકિસ્તાનના સિઝફાયર વચ્ચે આવ્યા સારા સમાચાર, ચીન અને પાકિસ્તાનને લાગશે મરચાં












