ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારત અને પાકિસ્તાનના સિઝફાયર વચ્ચે આવ્યા સારા સમાચાર, ચીન અને પાકિસ્તાનને લાગશે મરચાં

નવી દિલ્હી, 12 મે, 2025: છેલ્લા એક સપ્તાહથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનો યુધ્ધવિરામની ઘોષણાથી અંત આવ્યો છે. ત્યારે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે જેનાથી ચીન અને પાકિસ્તાનને મરચા લાગી શકે છે. તે એ છે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)એ ભારતની જીડીપી વૃદ્દિનો દર 6.5 ટકાથી વધી શકે છે તેવુ અનુમાન લગાવ્યુ છે. સીઆઇઆઇના અધ્યક્ષ સંજીવ પુરી માને છે કે દેશનું અર્થતંત્ર જિયો પોલીટીકલ મુદ્દાઓના અકાલ્પનિક પ્રભાવથી ઉભરવા માટે ઘણુ મજબૂત છે.

પીટીઆઇને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યુ કે ભારતને વધતા વ્યાપાર અંતરાયોને જોતા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે મુખ્ય વ્યાપારી ભાગીદારી સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતિઓ કરવી જોઇએ. ઉર્જા, પરિવહન, ધાતુ, રસાયણ અને આતિથ્ય દેવા વિભિન્ન ક્ષેત્રોમાં કાનગી રોકાણમાં વૃદ્ધિ કરવા વિશે તેમણે કહ્યુ કે પ્રવર્તમાન જિયો પોલીટીકલ અનિશ્ચિતતાઓને કારણે રોકાણમાં કેટલીક સાવચેતી આવી શકે છે.

GDP 6.5 ટકાના દરે વધશે

CII પ્રમુખે ભારતના GDP વૃદ્ધિ દર અંગે કહ્યું કે અમે 6.5 ટકાના દરની અપેક્ષા રાખીએ છીએ. અમારું માનવું છે કે આ આંકડા મૂળભૂત રીતે પ્રાપ્ત કરી શકાય તેવા છે, કારણ કે હકીકત એ છે કે આપણે એક સારા પાયા, મજબૂત આર્થિક પાયા સાથે શરૂઆત કરી રહ્યા છીએ.

સંજીવ પુરીએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો થયો છે. ફુગાવો નરમ પડી રહ્યો છે. 1 એપ્રિલથી વ્યક્તિગત આવકવેરામાં છૂટ છે. પાછલા વર્ષના ઉત્તરાર્ધમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક મુખ્ય અર્થતંત્રો પર પ્રસ્તાવિત ઊંચા ટેરિફ અને વૈશ્વિક સ્તરે વધતા સંરક્ષણવાદના વલણ અંગે, તેમણે સ્વીકાર્યું કે આ સમયે વેપારમાં મોટા અવરોધો છે.

તેમણે સૂચન કર્યું કે ભારતે દ્વિપક્ષીય વેપાર કરારો (BTAs) કરવા જોઈએ જે પરસ્પર ફાયદાકારક હોય અને રાષ્ટ્રીય હિતમાં હોય. સંજીવ પુરી માને છે કે તેથી ભારત જે દેશો સાથે આગળ વધી રહ્યું છે, અને તેમાંના મોટા દેશો અમેરિકા અને યુરોપિયન યુનિયન છે, તે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હિતના દૃષ્ટિકોણથી આપણે જે કંઈ પણ જરૂરી હોય તે કરવું જોઈએ, અને મને લાગે છે કે આ દ્વિપક્ષીય વેપાર કરારો સૌથી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ BLAએ ભારતને સમર્થન આપવાની જાહેરાત કરી, યુદ્ધ થયું તો બલૂચ આર્મી પાકિસ્તાનનો ઘેરાવ કરશે

Back to top button