નોઈડાના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સુદનું 32 વર્ષની ઉંમરે નિધન, ફોર્બ્સના લિસ્ટમાં ત્રણ વખત સામેલ

- અનુનય સૂદ હાલમાં અમેરિકાના લાસ વેગાસમાં રહેતો હતો. તેણે શેર કરેલી તેની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે લાસ વેગાસના રસ્તાઓ પર સ્પોર્ટ્સ કારથી ઘેરાયેલો દેખાતો હતો
HD ન્યુઝ ડેસ્કઃ નોઈડાના પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર Noida travel influencer અને ફોટોગ્રાફર અનુનય સૂદ Anunay Soodનું 32 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે ગુરુવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સમાચારે સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી દીધા છે. નોઈડાના સેક્ટર 12 ના રહેવાસી અનુનય સૂદ દુબઈમાં રહેતા હતા. તેઓ તેમના ટ્રાવેલ શોટ્સ અને ગ્લોબલ જર્ની માટે જાણીતા હતા.
અહેવાલો અનુસાર અનુનય સૂદ હાલમાં અમેરિકાના લાસ વેગાસમાં રહેતો હતો. તેણે શેર કરેલી તેની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે લાસ વેગાસના રસ્તાઓ પર સ્પોર્ટ્સ કારથી ઘેરાયેલો દેખાતો હતો. પોસ્ટમાં તેણે લખ્યું છે કે મને વિશ્વાસ નથી થતો કે મેં આ વીકેન્ડ મારા સપનાના મશીનો અને લીજેન્ડ્સ સાથે વિતાવ્યો.
View this post on Instagram
પરિવારે આ સંદેશ લખ્યો
ગુરુવારે અનુનય સૂદના પરિવારે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે અનુનય હવે આ દુનિયામાં નથી. જોકે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરિવાર દ્વારા જારી કરાયેલા સંદેશમાં લખ્યું હતું કે, ખૂબ દુઃખ સાથે અમે તમને જણાવીએ છીએ કે અમારો પ્રિય અનુનય સૂદ હવે અમારી સાથે નથી. અમે આ મુશ્કેલ સમયમાં તમારી સમજણ અને પ્રાઈવસી જાળવી રાખવા વિનંતી કરીએ છીએ. કૃપા કરીને અમારા ખાનગી નિવાસસ્થાન નજીક ભેગા ન થાઓ. કૃપા કરીને તમારી પ્રાર્થનામાં તેને યાદ કરો. ભગવાન તેની આત્માને શાંતિ આપે. – અનુનય સૂદનો પરિવાર અને મિત્રો.
ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ
અનુનય સૂદ એક પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતો હતો, તેણે વિશ્વભરના વિવિધ દેશોમાં પ્રવાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેને લાખો લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે. તેણે યુટ્યુબ પર ટ્રાવેલ વીડિયો પણ પોસ્ટ કર્યા છે, જ્યાં તેના 3.8 લાખ સબ્સ્ક્રાઈબર્સ છે.
અનુનય સૂદ પોતાના કન્ટેન્ટ્સ માટે ડ્રોન શોટ્સ અને અદભુત દ્રશ્યોનો ઉપયોગ કરતો હતો. તેની રીલ્સ અને ફોટોગ્રાફીએ સોશિયલ મીડિયા પર ટ્રાવેલ કન્ટેન્ટને એક નવી ઓળખ આપી હતી. તેમણે પોતાના કેમેરાથી સોશિયલ મીડિયા પર સ્વિટ્ઝરલેન્ડના પર્વતોથી લઈને આઈસલેન્ડના તળાવો અને ટોક્યોની શેરીઓ સુધીની કહાણીઓ દર્શાવી છે.
નોઈડાથી બહાર આવ્યો સ્ટારઅનુનય સૂદની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ તેણે નોઇડામાં દિલ્હી પબ્લિક સ્કૂલ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે ઓટોમોબાઇલ અને ઓટોમોટિવ મિકેનિક્સ ટેકનોલોજીમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને નોઇડામાં એમિટી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયો છે.
View this post on Instagram
અનુનય સૂદ કોણ હતો?
અનુનય સૂદ એક ભારતીય ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર હતો, જેમણે તેમના વાઇબ્રન્ટ કન્ટેન્ટ અને ડ્રોન ફોટોગ્રાફી દ્વારા સોશિયલ મીડિયા પર ઓળખ મેળવી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના 1.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર લગભગ 3.8 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.
તેમના વીડિયોમાં સુંદર દૃશ્યો, સાહસ અને વાર્તા કહેવાની અનોખી પ્રતિભા દર્શાવવામાં આવી હતી. આ જ કારણ છે કે તેમને સતત ત્રણ વર્ષ 2022, 2023 અને 2024 માં ફોર્બ્સ ઇન્ડિયાના ટોચના 10 ડિજિટલ સ્ટાર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં બેરોજગારીનો વિસ્ફોટ, દર ત્રીજો યુવાન બેરોજગાર, મહિલાઓની હાલ વધુ બદતર












