ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નિફ્ટી અને સેન્સેક્સ પ્રારંભમાં વધારા સાથે ખુલ્યા, અંડરટોન મજબૂત

મુંબઇ, 21 ઓગસ્ટ, 2025: ભારતીય ઇક્વીટી બજાર આજે ઊંચામાં ખુલ્યુ હતું. જેમાં નિફ્ટી પાછલા બંધ 24,050 સામે આશરે 92 પોઇન્ટ ઉપર 25,142 પર ખુલીને હાલમાં ફક્ત 27 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહી છે. જ્યારે સેન્સેક્સ પણ આશરે 63 પોઇન્ટ પર 82,220 પર ખુલ્યો હતો અને હાલમાં 130 પોઇન્ટથી વધુ પ્લસ પર ચાલી રહ્યો છે. બજારમી પ્રારંભિક મજબૂતાઇ જોતા અંડરટોન મક્કમ દેખાઇ રહ્યો છે. જોકે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિબળોને ાધારે આગળ ચાલ રહેશે.

દરમિયાનમાં આજે સવારે 9.06 કલાકે ગિફ્ટ નિફ્ટી 46 પોઇન્સ પ્લસ પર ક્વોટ થઇ હતી. ગઇકાલે નિફ્ટી 50 ઇન્ડેક્સ 70 પોઇન્ વધીને 25,000 ઉપર 25,050 પર અને સેન્સેક્સ 213 પોઇન્ટ વધીને 81,858 પર બંધ આવ્યો હતો.  નિફ્ટી-50 ઇન્ડેક્સ માટે, 25,000 અને 24,930ના સ્તરો મુખ્ય સપોર્ટ ઝોન હશે. જ્યાં સુધી બજાર આ સ્તરોથી ઉપર ટકી રહેશે ત્યાં સુધીતેજીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે, ઉપર તરફ, નિફ્ટી 25,150-25,200 સુધી જઈ શકે છે.

અમેરિકન બજાર

બુધવારે ટેક સેક્ટરમાં ઘટાડાના દબાણ હેઠળ યુએસ શેરબજારમાં ઘટાડો થયો હતો. રોકાણકારોની નજર મિશ્ર રિટેલ પરિણામો અને ફેડરલ રિઝર્વના તાજેતરના મીટિંગ સ્ટેટમેન્ટના પણ હતી, જેમાં ફેડે ટેરિફ, ફુગાવા અને શ્રમ બજાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગઈકાલે S&P 500 ઇન્ડેક્સ 0.24% Nasdaq પણ 0.67% ઘટ્યો હતો. ગઇકાલે S&P 500 માટે સતત ચોથો દિવસ અને Nasdaq માટે સતત ઘટાડાનો બીજો દિવસ હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.04% વધીને બંધ થયો હતો.

એશિયન માર્કેટમાં મિશ્ર વલણ

જાપાન સિવાય, અન્ય મુખ્ય એશિયન બજારો તેજીમાં છે. જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.53 ટકા ઘટ્યો હતો. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ફક્ત ફ્લેટ રહ્યો હતો. તેવી જ રીતે, ચીનનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.41 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.82 ટકા વધ્યો છે.

આજે આ શેરો રહેશે ફોકસમાં

આજે જે શેરોમાં હલચલ દેખાવાની શક્યતા છે તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઇન્ડસઇન્ડ બેંક, રેલટેલ કોર્પ અને વેદાંતનો સમાવેશ થાય છે.

અલ્ટ્રાટેક અને ઇન્ડિયા સિમેન્ટ્સ: કંપનીએ ઇન્ડિયા સિમેન્ટ્સના 2.01 કરોડ ઇક્વિટી શેરના વેચાણને મંજૂરી આપી છે, જે કંપનીના 6.49% હિસ્સાની સમકક્ષ છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ: મુંબઈ સ્થિત કંપનીએ માહિતી આપી છે કે તેણે ગોદરેજ સ્કાયલાઇન ડેવલપર્સ (GSDL)માં હાલના શેરધારકો પાસેથી કુલ રૂ. 9.25 લાખના મૂલ્યે 7% હિસ્સો ખરીદ્યો છે.

ઇન્ડસઇન્ડ બેંક: ઇન્ડસઇન્ડ બેંકના ચેરમેન સુનિલ મહેતાના જણાવ્યા અનુસાર, બેંકે અગાઉના છેતરપિંડીઓને કારણે થયેલી નાણાકીય ઉથલપાથલમાંથી બહાર નીકળવાની તેની વ્યૂહરચનાના ભાગ રૂપે તેના ટ્રેઝરી અને માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટમાં પડકારોનો સામનો કરવા માટે કડક પગલાં અમલમાં મૂક્યા છે.

રેલટેલ કોર્પ: ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ જાહેરાત કરી છે કે તેને ઓડિશા અને કેરળની સરકારી એજન્સીઓ તરફથી કુલ રૂ. 50.42 કરોડના બે વર્ક ઓર્ડર મળ્યા છે.

વેદાંતા: વેદાંતાએ NCLTને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG)ની તરફેણમાં કોર્પોરેટ ગેરંટી આપવાની તેની યોજનાની જાણ કરી છે.

એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ: બેટરી ઉત્પાદકે જાહેરાત કરી છે કે તેણે રાઇટ્સ ઇશ્યૂ દ્વારા તેની પેટાકંપની એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (EESL)માં રૂ. 100 કરોડનું રોકાણ કર્યું છે.

જ્યુપિટર વેગન્સ: રેલવે ફ્રેઇટ ટ્રેન ઉત્પાદકે જાહેરાત કરી છે કે તેની નોન-લિસ્ટેડ પેટાકંપની, જ્યુપિટર ટાટ્રાવેગોન્કા રેલવ્હીલ ફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડને વંદે ભારત ટ્રેનો માટે વ્હીલસેટ્સ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પને ભારતીય મૂળની નિક્કી હેલીએ બતાવ્યો અરીસોઃ કહ્યું ભારત મૂલ્યવાન ભાગીદાર!

Back to top button