બ્રાઝીલની હાર બાદ નેમારનો સંન્યાસ, ફૂટબોલ જગતમાં ચકચાર

Neymar Retirement Announcement: બ્રાઝીલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. FIFA World Cup 2026માં બ્રાઝીલની ટીમ બહાર થતા જ નેમારે આ મોટો નિર્ણય લીધો હતો.
રાઉન્ડ ઓફ 16ની મેચમાં નોર્વેએ બ્રાઝીલને 2-1થી હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. આ મેચ MetLife Stadiumમાં રમાઈ હતી. ખાસ વાત એ છે કે નેમારે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત પણ આ જ સ્ટેડિયમથી કરી હતી અને છેલ્લો મેચ પણ અહીં જ રમ્યો.
મેચ દરમિયાન બ્રાઝીલ તરફથી એકમાત્ર ગોલ નેમારે વધારાના સમયમાં કર્યો હતો, પરંતુ તે પહેલા નોર્વે બે ગોલ કરીને મજબૂત લીડ બનાવી ચૂકી હતી. મેચ પૂર્ણ થયા બાદ નેમારે ભાવુક નિવેદન આપતા કહ્યું કે હવે તેઓ થાકી ચૂક્યા છે.
“હું હવે થાકી ગયો છું” – નેમાર
બ્રાઝીલની હાર બાદ નેમારે પોતાના સંન્યાસની સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું, “મેં ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હવે બધું સમાપ્ત થઈ ગયું છે. હું ખૂબ થાકી ગયો છું. મેં મારા આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત મેટલાઈફ સ્ટેડિયમથી કરી હતી અને હવે અહીં જ તેનો અંત લાવી રહ્યો છું.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેમારનું શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર
નેમારે વર્ષ 2010માં બ્રાઝીલની સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે કુલ 129 આંતરરાષ્ટ્રીય મેચોમાં 80 ગોલ નોંધાવ્યા હતા અને તેઓ બ્રાઝીલના પુરુષ ફૂટબોલ ઈતિહાસના સર્વાધિક ગોલ કરનાર ખેલાડી તરીકે જાણીતા છે.
તેમના કરિયરમાં અનેક મોટી સિદ્ધિઓ સામેલ રહી છે. વર્ષ 2016ના રિયો ઓલિમ્પિક્સમાં તેમણે બ્રાઝીલને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ઉપરાંત 2013માં બ્રાઝીલે FIFA Confederations Cup જીત્યો ત્યારે પણ નેમાર ટીમના મુખ્ય ખેલાડી રહ્યા હતા.
નેમારના સંન્યાસ બાદ ફૂટબોલ જગતમાં અને તેમના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
આ પણ વાંચો : સવારે ખાલી પેટે પાણી પીવું કેટલું ફાયદાકારક? જાણો શું કહે છે વિજ્ઞાન અને હેલ્થ નિષ્ણાતો












