ગુજરાતટોપ ન્યૂઝ

નવસારીના ડેપ્યુટી GST કમિશનરની મુશ્કેલીઓ વધશે, હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ

Text To Speech

નવસારીના ડેપ્યુટી GST કમિશનરને હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં GST ચોરીના કેસમાં FIR રદ કરવાનો મુદ્દો હતો. તેમજ નાગરિકો પર દબાણ ઊભું કરવા GSTનું આ વલણ સદંતર ખોટું છે. આરોપીઓ સામે કલમ 120(બી) અને આઈપીસીની કલમ-409 હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. તથા જીએસટી ચોરીના એક કેસમાં નવસારી પોલીસે નોંધેલી ફરિયાદને રદ કરવા માટે એક વેપારીએ કરેલી અરજીમાં હાઈકોર્ટે નવસારીના ડેપ્યુટી જીએસટી કમિશનર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદાર એએસઆઈને છ માર્ચના રોજ રુબરુ હાજર રહેવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: MP-MLA સામેના ગુજરાતની કોર્ટમાં સૌથી વધુ કેસમાં ભાજપના આ ધારાસભ્યના નામે 

નાગરિકો પર દબાણ ઉભુ કરવા માટે ઓથોરિટી આવું કરે છે ?

સુનાવણી સમયે, હાઈકોર્ટે જીએસટી અને પોલીસ ઓથોરિટીને ઝાટકતા કહેલુ કે, નાગરિકો પર દબાણ ઉભુ કરવા માટે ઓથોરિટી આવું કરે છે ? આ પ્રકારના કેસમાં જીએસટી વિભાગનુ આ પ્રકારનુ વલણ સદંતર ખોટુ છે. અરજદારના વકીલની રજૂઆત હતી કે, તેના પાનકાર્ડ અને આધારકાર્ડના આધારે આ કેસના સહ આરોપીએ નવસારીની ફેડરલ બેંકમાં ખાતુ ખોલાવેલુ અને જીએસટી નંબર પણ લીધો હતો.

આ પણ વાંચો:  ગુજરાતનો પહેલો ISIS કેસ સામે આવ્યો, NIA કોર્ટે સજાનો ચુકાદો આપ્યો

આરોપીઓએ રૂ 10 લાખની ઈનપુટ ક્રેડિટ લીધી હતી

આ કેસમાં જીએસટીની તપાસમાં બહાર આવેલુ કે આરોપીઓએ રૂ 10 લાખની ઈનપુટ ક્રેડિટ લીધી હતી અને જીએસટી નંબર લઈને જે કંપનીને ખોલી હતી, તેવી કોઈ કંપની જ નથી. જીએસટીની જોગવાઈ મુજબ રુ. એક કરોડ કે તેથી વધુની ચોરીનો આરોપ હોય તો જ કોગ્નિજેબલ ગુનો બની શકે. આ કેસમાં જીએસટી વિભાગે નવસારી પોલીસને જાણ કરતા, આરોપીઓ સામે કલમ 120 (બી) અને આઈપીસીની કલમ-409 હેઠળ ફરિયાદ નોંધાયેલી. જેમાં અરજદાર સામે આ પ્રકારની ફરિયાદ નોંધી શકાય નહીં, પોલીસે ખોટી તેની સામે આ કલમો લાગુ કરી છે.

Back to top button