ટ્રેન્ડિંગનેશનલમીડિયા

અમૃતસર એરપોર્ટ પર શંકાસ્પદ ડ્રોન દેખાયા, 7 ફ્લાઇટ ડાયવર્ટ

Drone Alert  : પંજાબના અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Amritsar Airport) પર શંકાસ્પદ ડ્રોન જોવા મળતાં રાત્રે અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટના ઓપરેશનલ વિસ્તારમાં બે થી ચાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે અમૃતસર આવી રહેલી સાત ફ્લાઇટને દિલ્હી અને ચંડીગઢ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

રનવે પાસે ડ્રોન દેખાતા ATCએ આપ્યું એલર્ટ

મળતી માહિતી પ્રમાણે, રનવેની આસપાસ શંકાસ્પદ હિલચાલ નજરે પડતાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC)એ તાત્કાલિક એલર્ટ જાહેર કર્યું હતું. ડ્રોન જેવી ઉડતી વસ્તુઓ રજાલા ગામ તરફથી એરપોર્ટ તરફ આવતી જોવા મળી હતી.

આ શંકાસ્પદ ડ્રોન થોડા સમય સુધી રનવે અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ATCએ અમૃતસર આવતી ફ્લાઇટ્સના લેન્ડિંગ પર રોક લગાવીને તેમના રૂટમાં ફેરફાર કર્યો હતો.

CISF અને પોલીસ સહિતની એજન્સીઓ સક્રિય

અમૃતસર સરહદી જિલ્લો હોવાથી આ ઘટનાને સુરક્ષાની દૃષ્ટિએ ગંભીરતાથી લેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં CISF (Central Industrial Security Force), પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકવામાં આવી હતી.

ત્યારબાદ સુરક્ષા દળોએ રજાલા ગામ અને એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કર્યું હતું. ટેક્નિકલ ટીમો દ્વારા રડાર અને CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રોન ક્યાંથી આવ્યા અને તેને કોણ ઓપરેટ કરી રહ્યું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

એરપોર્ટ પ્રશાસન દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સાત ફ્લાઇટના રૂટ બદલાયા

સૂચનાઓ અનુસાર, અમૃતસર આવતી કુલ સાત ફ્લાઇટને સાવચેતીના પગલે ડાયવર્ટ કરવામાં આવી હતી.

  • Malaysia Airlines MH-118: કુઆલાલંપુરથી અમૃતસર — દિલ્હી ડાયવર્ટ

  • IndiGo 6E-5028: મુંબઈથી અમૃતસર — ચંડીગઢ ડાયવર્ટ

  • IndiGo 6E-2045: દિલ્હીથી અમૃતસર — ચંડીગઢ ડાયવર્ટ

  • Air India AI-479: દિલ્હીથી અમૃતસર — દિલ્હી પરત

  • Air India AI-855: દિલ્હીથી અમૃતસર — દિલ્હી પરત

  • IndiGo 6E-1428: શારજાહથી અમૃતસર — દિલ્હી ડાયવર્ટ

  • Air India Express IX-138: શારજાહથી અમૃતસર — દિલ્હી ડાયવર્ટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઘટના રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ સુરક્ષા એજન્સીઓ ડ્રોનની હિલચાલ અને તેના ઓપરેટર અંગે વધુ માહિતી મેળવવા તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : બેડદીઠ 12 હજાર ભાડું, છતાં મેઇન્ટેનન્સ શૂન્ય… શું આ બેદરકારીએ લીધી છ જિંદગીઓ?

Back to top button