ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Monsoon: આ વર્ષે ઓછા વરસાદની શક્યતા, ચોમાસાની ઋતુ અંગે ચિંતાજનક આગાહી

Skymet Forecasts On Monsoon: દેશ માટે મહત્ત્વપૂર્ણ માનાતી ચોમાસાની ઋતુ અંગે ચિંતાજનક આગાહી સામે આવી છે. સ્કાઈમેટ વેધર (Skymet Weather)ની આગાહી મુજબ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા થોડું નબળું રહી શકે છે. અંદાજ મુજબ આ વર્ષે વરસાદ લાંબા ગાળાના સરેરાશના આશરે 94 ટકા જેટલો રહેવાની શક્યતા છે.

આ આગાહી પાછળનું મુખ્ય કારણ સમુદ્રના તાપમાનમાં થતો ફેરફાર અને ખાસ કરીને અલ નીનો (El Niño)ની અસર છે. એક્સપર્ટનું કહેવું છે કે આ અસર ચોમાસાના બીજા ભાગમાં વધુ જોવા મળી શકે છે, જેના કારણે વરસાદ ઓછો કે અનિયમિત થઈ શકે છે. ભારત માટે ચોમાસું માત્ર ઋતુ નહીં પરંતુ જીવનનો આધાર છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના કુલ વાર્ષિક વરસાદનો મોટો ભાગ આપે છે. આ વરસાદ ખેતી માટે ખાસ કરીને ચોખા, કપાસ જેવા પાક માટે ખૂબ જ જરૂરી છે.

Skymet-Forecast-monsoon.pdf

ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલતું ઉત્તર-પૂર્વ ચોમાસું દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં, ખાસ કરીને તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં, મહત્ત્વપૂર્ણ વરસાદ લાવે છે. આ વિસ્તારોમાં પાણી માટે આ ઋતુ ખાસ મહત્ત્વ ધરાવે છે. હાલમાં સિંચાઈની સુવિધાઓમાં વધારો થયો હોવા છતાં, દેશના મોટા ભાગની ખેતી હજુ પણ ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. તેથી વરસાદમાં થતો થોડો પણ ફેરફાર સીધો પાકની ઉપજ પર અસર કરે છે.

Skymet Forecasts On Monsoon

એક્સપર્ટ કહે છે કે સારો વરસાદ ગામડાંમાં આવક વધારવામાં મદદરૂપ બને છે, ખાદ્ય ઉત્પાદન વધારે છે અને અર્થતંત્રને મજબૂત બનાવે છે. જ્યારે ઓછો અથવા અનિયમિત વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે, સુકાં જેવી સ્થિતિ ઊભી કરી શકે છે અને મોંઘવારી વધારી શકે છે.

Skymet Forecasts On Monsoon

આબોહવા પરિવર્તનના કારણે સ્થિતિ વધુ જટિલ બની રહી છે. ચોમાસું મોડું આવવું, એક સાથે ભારે વરસાદ થવો અથવા લાંબા સમય સુધી વરસાદ ન પડવો જેવી પરિસ્થિતિઓ ખેતીના ચક્રને અસર કરે છે. ઉત્તર ભારતમાં શિયાળામાં પડતો વરસાદ પણ ઘઉં જેવા પાક માટે મહત્ત્વનો છે, જે દર્શાવે છે કે દેશ હજુ પણ ઋતુઆધારિત હવામાન પર ખૂબ નિર્ભર છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ રીતે, 2026નું ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની શક્યતા વચ્ચે ખેડૂતો અને અર્થતંત્ર માટે પડકારો વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હવે એક્સપર્ટ યોગ્ય આયોજન અને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો : ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ

Back to top button