ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

આતંકી લતીફને અંતિમ ચેતવણી, સુરક્ષાદળોએ આત્મસમર્પણ કરવા કહ્યું

Latif Bhat Surrender :   જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter) ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના કમાન્ડર લતીફ ભટને આત્મસમર્પણ (Surrender) કરવા માટે અંતિમ તક આપી છે. સુરક્ષાદળોએ વીડિયો કોલ (Video Call) દ્વારા તેની સાથે વાતચીત કરીને હથિયાર મૂકી દેવા અપીલ કરી હતી. જોકે, લતીફ ભટ આત્મસમર્પણ કરવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે.

‘આત્મસમર્પણ કરી દો, તો જીવ બચી જશે’

મળતી માહિતી મુજબ, 9 રાષ્ટ્રીય રાઇફલ્સ (9 Rashtriya Rifles)ના કમાન્ડિંગ ઓફિસરે લતીફ ભટને અંતિમ તક આપતાં સ્પષ્ટ કહ્યું હતું કે, જો તે આત્મસમર્પણ કરશે તો તેનો જીવ બચાવવામાં આવશે. આ રીતે સુરક્ષાદળોએ તેને હથિયાર છોડીને બહાર આવવા અપીલ કરી હતી. જોકે, લતીફ ભટે આ અપીલ ફગાવી દીધી હતી. તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, ‘અલ્લાહ સિવાય મારી સાથે કોઈ નથી.’ તેના આ જવાબ બાદ સુરક્ષાદળોની કાર્યવાહી વધુ ગંભીર બની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સે આત્મસમર્પણ કરવાની છેલ્લી તક

સુરક્ષાદળો દ્વારા આવા ઓપરેશનમાં નિર્ધારિત પ્રક્રિયા (Standard Operating Procedure) અનુસરવામાં આવે છે. શરૂઆતમાં ઘેરાયેલા આતંકવાદીને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવે છે. જો વારંવાર અપીલ કરવા છતાં તે હથિયાર મૂકવાનો ઇનકાર કરે, તો સુરક્ષાદળો પરિસ્થિતિ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરે છે હાલમાં કુલગામના જંગલપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી છે. લતીફ ભટને આત્મસમર્પણ માટે આપવામાં આવેલી આ તકને અંતિમ તક માનવામાં આવી રહી છે.

કુલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ

લતીફ ભટ પર કુલગામમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આ હુમલા બાદથી સુરક્ષાદળો તેની શોધમાં હતા. હવે ફરી એકવાર તે સુરક્ષાદળોના ઘેરામાં હોવાની માહિતી સામે આવી છે. જોકે, સમગ્ર ઓપરેશન અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

Back to top button