ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

શિયાળામાં રોટલી કડક થઈ જાય છે? અપનાવો આ 6 સરળ ટિપ્સ, કલાકો સુધી પોચી અને નરમ રહેશે રોટલી

Winter Soft Roti Tips :  શિયાળામાં ગરમાગરમ રોટલી, શાક અને દાળ ખાવાની મજા જ કંઈક અલગ છે. પરંતુ ઠંડા વાતાવરણમાં લગભગ દરેક ઘરમાં એક સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે અને તે છે રોટલીનું કડક થઈ જવું. સવારે કે બપોરે બનાવેલી રોટલીઓ થોડી જ વારમાં ઠંડી પડીને કડક બનવા લાગે છે. આ સમસ્યા મોટે ભાગે એવા ઘરોમાં વધુ જોવા મળે છે જ્યાં સવારે જ ટિફિન પેક કરવાનું હોય અથવા એકસાથે રોટલી બનાવીને મૂકી દેવામાં આવતી હોય.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઘણીવાર રોટલીઓ એટલી બધી કડક થઈ જાય છે કે તેને ખાવાનું મન પણ નથી થતું. આવી સ્થિતિમાં લોકો તેને ફરીથી ગરમ કરે છે, પરંતુ તેમ છતાં તેનો પહેલો જેવો સ્વાદ અને નરમી પાછી આવતી નથી. જો તમારા ઘરમાં પણ શિયાળા દરમિયાન રોટલીઓ જલદી કડક થઈ જાય છે, તો હવે પરેશાન થવાની જરૂર નથી. તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને આ સમસ્યાથી બચી શકો છો. ચાલો જાણીએ એવી 6 સરળ કિચન ટિપ્સ વિશે, જેની મદદથી રોટલીઓ લાંબા સમય સુધી નરમ બની રહેશે.

1. રોટલી બનાવતા જ તરત ઢાંકીને રાખો

રોટલીઓ જલદી સખત થવાનું સૌથી મોટું કારણ તેમાં રહેલા ભેજનું ઓછું થવું છે. જ્યારે તમે ગરમ રોટલીઓને ખુલ્લી ડિશમાં મૂકી દો છો, ત્યારે તેની વરાળ બહાર નીકળી જાય છે અને ધીમે-ધીમે તે સૂકાવા લાગે છે. આનાથી બચવા માટે રોટલી શેકતાની સાથે જ તેને કોટનના સાફ અને મુલાયમ કપડામાં લપેટીને રાખો. તમે ઈચ્છો તો ઢાંકણવાળા હોટ પૉટનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી રોટલી વધુ સમય સુધી ગરમ અને નરમ રહે છે. ધ્યાનમાં રાખો કે કપડું સાફ અને કોરૂં હોવું જોઈએ.

2. રોટલીને તવા પર વધુ સમય સુધી ન રાખો

ઘણીવાર રોટલી બનાવતી વખતે લોકો તેને લાંબા સમય સુધી તવા પર છોડી દે છે. જેના કારણે રોટલીનો ભેજ ઓછો થઈ જાય છે અને તે જરૂર કરતા વધુ સૂકાઈને કડક બનવા લાગે છે. તેથી રોટલીને યોગ્ય તાપ પર શેકવી જરૂરી છે. આ માટે મધ્યમ આંચ રાખો અને રોટલીને તવા પર વધુ સમય સુધી ન છોડો. જ્યારે રોટલી સારી રીતે શેકાઈ જાય, ત્યારે તેને તરત જ ઉતારી લો.

3. રોટલી પર થોડું ઘી અથવા માખણ લગાવો

જો તમે ઈચ્છો છો કે રોટલીઓ થોડા સમય પછી પણ મુલાયમ રહે, તો તેના પર હળવું ઘી અથવા માખણ લગાવી શકો છો. ઘી અને માખણ રોટલીને સૂકાવાથી બચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને જ્યારે તમારે રોટલી અગાઉથી બનાવીને મૂકવાની હોય અથવા બાળકો અને ઓફિસ જનારાઓ માટે ટિફિન તૈયાર કરવાનું હોય, ત્યારે આ રીત ખૂબ જ કામ આવી શકે છે.

આ પણ વાંચોઃ વંદે ભારત ટ્રેનમાં સગા સંબંધીઓને મૂકવા ગયેલા 12 લોકો ફસાયા, ઓટોમેટિક દરવાજા બંધ થતા લાગ્યો ₹36,000 નો દંડ

4. લોટ બાંધતી વખતે અપનાવો આ નાની ટ્રીક

રોટલી કેટલી નરમ બનશે, તે મોટે ભાગે આ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે લોટ કેવી રીતે બાંધ્યો છે. શિયાળામાં લોટ બાંધતી વખતે સામાન્ય ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. આનાથી લોટ સારો બંધાય છે. આ ઉપરાંત લોટમાં થોડું તેલ અથવા એક ચમચી દૂધ મિલાવીને પણ બાંધી શકો છો. તેનાથી લોટ મુલાયમ બને છે અને રોટલીઓ પણ નરમ તૈયાર થાય છે. બસ એટલું ધ્યાન રાખો કે લોટ ન તો વધુ સખત હોય અને ન તો ખૂબ વધારે ભીનો.

5. રોટલી સ્ટોર કરવાની સાચી રીત જાણી લો

ઘણીવાર ઘરમાં રોટલીઓ પહેલેથી જ બનાવીને મૂકી દેવામાં આવે છે, જેથી પછીથી જમવાનું બનાવવાની ઉતાવળ ન રહે. પરંતુ ખોટી રીતે રાખવાથી રોટલીઓ જલદી સૂકાઈ શકે છે. જો તમે રોટલીઓને થોડા સમય પછી ખાવા માંગતા હો, તો પહેલા તેને સામાન્ય તાપમાને આવવા દો. ત્યારબાદ તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો. ખૂબ ગરમ રોટલીઓને સીધી બંધ ડબ્બામાં મૂકવાથી વધુ વરાળ જમા થઈ શકે છે, જે રોટલીનું ટેક્સચર બગાડી શકે છે. જ્યારે ફરીથી ખાવાનો સમય થાય, ત્યારે તવાને હળવો ગરમ કરો અને રોટલી પર થોડું પાણી છાંટીને બંને બાજુથી ગરમ કરી લો.

6. માઈક્રોવેવમાં રોટલી ગરમ કરતી વખતે અપનાવો આ હેક

જો તમારા ઘરમાં માઈક્રોવેવ છે, તો તેમાં પણ રોટલીઓ ફરીથી ગરમ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે માઈક્રોવેવમાં રોટલીને વધુ સમય સુધી ગરમ કરવાથી તે વધુ કડક થઈ શકે છે. આનાથી બચવા માટે રોટલીઓને હળવા ભીના સાફ કપડામાં લપેટીને થોડા સમય માટે ગરમ કરો. ઈચ્છો તો માઈક્રોવેવમાં રોટલીઓની સાથે પાણી ભરેલું માઈક્રોવેવ-સેફ વાસણ પણ મૂકી શકો છો. તેનાથી બનતી વરાળ રોટલીઓને વધુ સૂકાવાથી બચાવવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને ચઢાવાય છે 45 પ્રકારના પ્રસાદ, જાણો શું છે ખાસ પરંપરા?

Back to top button