નાગાલેન્ડના રાજ્યપાલ એલ. ગણેશનનું નિધનઃ PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વ્યક્ત કર્યું દુઃખ

નાગાલેન્ડઃ 15 ઓગસ્ટ, 2025: Nagaland Governor Passes Away: નાગાલેન્ડના રાજ્યપાલ 80 વર્ષીય એલ. ગણેશનનું શુક્રવારે (15 ઓગસ્ટ) નિધન થયું છે. મળતી માહિતી મુજબ, 8 ઓગસ્ટે એલ ગણેશન તેમના ઘરમાં પડી ગયા હતા, જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ તેમને સારવાર માટે ચેન્નઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે શુક્રવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યો
રાજ્યપાલ એલ ગણેશનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ તમિલનાડુના પૂર્વ અધ્યક્ષ અન્નામલાઈ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ શેર કરી પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, એલ ગણેશનને તેમના પરિવાર અને ચાહકો એક સમર્પિત રાષ્ટ્રવાદીના રૂપે યાદ કરશે. તેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું છે. તેમણે તમિલનાડુમાં ભાજપના વિસ્તાર માટે પણ ખૂબ મહેનત કરી હતી. તમિળ સંસ્કૃતિ સાથે પણ તેમનું ગાઢ જોડાણ હતું.’
Pained by the passing of Nagaland Governor Thiru La. Ganesan Ji. He will be remembered as a devout nationalist, who dedicated his life to service and nation-building. He worked hard to expand the BJP across Tamil Nadu. He was deeply passionate about Tamil culture too. My thoughts… pic.twitter.com/E1VXtsKul3
— Narendra Modi (@narendramodi) August 15, 2025
માથા પર ઈજા થવાથી થયું મૃત્યુ
એલ ગણેશન 8 ઓગસ્ટે ચેન્નઈના ટી નગર સ્થિત તેમના નિવાસસ્થાને પડી ગયા હતા. પડી જવાના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સાત દિવસ સુધી ડૉકટરોના નિરીક્ષણ હેઠળ હતા. જોકે, તેમનું શરીર સારવારનો પ્રતિભાવ આપી રહ્યું ન હતું.
આ પણ વાંચોઃ ‘સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટથી ઉપર નથી…’ જજોની નિયુક્તિ અને કોલેજિયમ સિસ્ટમ પર CJI ગવઈનું નિવેદન
આ પણ વાંચોઃ ‘સેનાના બલિદાન કરતા પૈસાની લાલચ વધુ…’ આદિત્ય ઠાકરેએ BCCI પર કર્યા પ્રહાર












