મુંબઈ પોલીસનો ખુલાસો: ‘બે વર્ષમાં 35 ગેરકાયદેસર બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ, તેઓ કરતી હતી શર્મચાર કામ

મુંબઈ, 11 જૂન 2025: મુંબઈ પોલીસે છેલ્લા બે વર્ષમાં ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી 35 બાંગ્લાદેશી મહિલાઓ સામે કાર્યવાહી કરી છે, જેઓ મુંબઈમાં દેહ વ્યાપારમાં સંડોવાયેલી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મહિલાઓ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા પછી આ કામ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આમાંની ઘણી મહિલાઓ 2૦ વર્ષથી વધુ સમયથી મુંબઈમાં રહેતી હતી. આ મહિલાઓ બાંગ્લાદેશથી કામની શોધમાં ભારત આવી હતી, પરંતુ આર્થિક મુશ્કેલીઓ અને અન્ય કારણોસર તેઓ દેહ વ્યાપાર તરફ વળ્યા હતા.
એક મહિલાએ જણાવ્યું હતું કે તેના પરિવારને કેન્સરની સારવાર માટે પૈસાની જરૂર હતી. ઘરમાં કોઈ કમાનાર સભ્ય ન હોવાથી, તે ગેરકાયદેસર રીતે ભારત આવી અને આ વ્યવસાયમાં લાગી ગઈ હતી. બીજી એક મહિલાએ ખુલાસો કર્યો હતો કે તેના પતિએ તેને છૂટાછેડા આપ્યા પછી, પરિવારની જવાબદારી તેના પર આવી ગઈ. તે સારી કમાણી માટે ભારત આવી અને દેહ વ્યાપારમાં જોડાઈ ગઈ. પોલીસે જણાવ્યું હતું કે ઘણી સ્ત્રીઓ 25-26 વર્ષની ઉંમરે આ વ્યવસાયમાં આવે છે, કારણ કે જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ તેમ કમાણી ઓછી થાય છે. કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં અન્ય મહિલાઓને સારા પૈસા કમાતા જોઈને, તેઓ પણ લોભથી ભારત આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાઓને ભારત આવવા માટે 15-20 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. આમાં તેમને સરહદ પાર કરવામાં મદદ કરતા એજન્ટોનો ખર્ચ અને નકલી દસ્તાવેજો બનાવવાનો ખર્ચ શામેલ છે. મુંબઈ પોલીસ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી કરી રહી છે. ધરપકડ કરાયેલી મહિલાઓને કાનૂની પ્રક્રિયા હેઠળ તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે માનવ તસ્કરી અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટે આવી કાર્યવાહી ચાલુ રહેશે. ઉપરાંત, સરહદ સુરક્ષા અને નકલી દસ્તાવેજોના નેટવર્ક પર પણ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં ભયાનક અકસ્માત! વર-વધુ સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા, 6 જાનૈયાઓ ગંભીર રીતે ઘાયલ












