ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ક્રૂરતાની હદ! પત્નીને 4 કલાક સુધી ‘મુર્ગો’ બનાવી, એસિડ હુમલાની ધમકી આપી; પિયર પહોંચતા ચાકૂથી હુમલો

Mumbai Domestic Violence Case: મુંબઈમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ચાર કલાક સુધી મુર્ગો બનાવી રાખી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ દરમિયાન પત્નીને અમાનવીય રીતે બેસાડવામાં આવી હતી, જેના કારણે તેને અસહ્ય પીડા થઈ રહી હતી. આરોપ છે કે પતિએ આ દરમિયાન તેને બેલ્ટથી માર માર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ પત્નીને લાતો અને મુક્કાઓ પણ માર્યા હતા. એટલું જ નહીં, તેણે પત્ની પર એસિડ ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટના મુંબઈના RCF પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આરોપી અરબાઝ સૈયદે પહેલા પોતાની પત્નીને તલવારથી મારી નાખવાની અને તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેને ઘરમાં બંધ કરી દીધી હતી અને લગભગ ચાર કલાક સુધી ‘મુર્ગા’ બનીને રહેવા માટે મજબૂર કરી હતી.

પત્ની કોઈક રીતે ઘરમાંથી ભાગીને પોતાના પિયર પહોંચી ગઈ હતી. ત્યારબાદ આરોપી પણ પિયર પહોંચી ગયો હતો. ત્યાં તેણે હોબાળો મચાવ્યો હતો અને પત્ની પર ચાકૂથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી અરબાઝ સૈયદની ઉંમર 25 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, અરબાઝ સૈયદ વિરુદ્ધ અગાઉથી જ 19 ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે.

પીડિતાને એક કાનથી સંભળાતું નથી

પીડિતાએ જણાવ્યું કે હાલ તેને એક કાનથી સંભળાતું નથી અને તેના આખા શરીરમાં ગંભીર પીડા થઈ રહી છે. તેના જણાવ્યા મુજબ, ‘મુર્ગા’ બનાવતા પહેલાં આરોપી તેને રેલવે ટ્રેક પર લઈ ગયો હતો, જ્યાં તેણે તેને ટ્રેન સામે ફેંકી દેવાની ધમકી આપી હતી. આરોપી લગભગ બે કલાક સુધી પાટા પાસે નાટક કરતો રહ્યો, પરંતુ કોઈ ટ્રેન ન આવતા તેને પાછી ઘરે લઈ આવ્યો હતો. ચાકૂના હુમલામાં પીડિતાના હાથમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને છ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત તેના કાંડા અને પગ પર પણ ચાકૂના અનેક ઘાના નિશાન હોવાનું જણાવવામાં આવ્યું છે.

આરોપી સામે અગાઉથી 19 ગુનાઓ નોંધાયેલા

અરબાઝ સૈયદ એક હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવ્યું છે અને તેની સામે અગાઉથી જ 19 ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. RCF પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે પીડિત પત્નીનું નિવેદન પણ નોંધ્યું છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત, બાળકને પણ સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: India Travel Cost: વિદેશી દંપતીએ 13 શહેરોની ભારત યાત્રામાં ઉડાવ્યા ₹10 લાખ!

Back to top button