‘મારી પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દો…’ મધ્ય પ્રદેશમાં પતિએ પોલીસ પાસે કરી અજીબ વિનંતી

મધ્ય પ્રદેશઃ 12 સપ્ટેમ્બર, 2025: MP News: મધ્ય પ્રદેશના સિંગરૌલીમાં એક પતિએ પોતે પોલીસને વિનંતી કરી છે કે, તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દેવામાં આવે. પીડિત પતિનું કહેવું છે કે, તે તેની પત્નીના અફેર અને ઉત્પીડનથી કંટાળી ગયો છે, જો તે કંઈ કહે તો તેની પત્ની તેને માર મારવા લાગે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તે તેના પ્રેમી સાથે લગ્ન કરે તો સારું રહેશે જેથી મારો અને મારા બાળકોનો જીવ બચી જાય. પીડિત પતિની અરજી લીધા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે.
‘કામ પર જતા જ પ્રેમીને ઘરે બોલાવે છે પત્ની’
પીડિત પતિના જણાવ્યા મુજબ, ‘મારી પત્નીનો ઉત્તર પ્રદેશના રહેવાસી રાજેશ કુમાર વર્મા સાથે અફેર છે. જ્યારે પણ તે કામ માટે ઘરની બહાર જાય છે, ત્યારે મારી પત્ની તેના પ્રેમી રાજેશને ઘરે બોલાવે છે. તે બાળકોને ઘરની બહાર મોકલી દે છે અને તેણે બંનેને રંગે હાથે પકડી પણ લીધા છે. જ્યારે મેં મારી પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે દલીલ શરૂ કરી દીધી. હવે પરિસ્થિતિ એવી છે કે મારી પત્ની ખુલ્લેઆમ તેના પ્રેમી રાજેશ સાથે રહેવાની વાત કરે છે અને જો હું કંઈ કહું તો તે મને અને બાળકોને મારી નાખવાની ધમકી આપે છે. હું મારી પત્નીના અફેર અને ઉત્પીડનથી કંટાળી ગયો છું.’
‘મારી પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દો’
પીડિતના પતિએ પોલીસને અરજી આપી છે અને પોલીસને વિનંતી કરી છે કે, ‘મારી પત્નીના લગ્ન તેના પ્રેમી રાજેશ કુમાર સાથે કરાવી દેવામાં આવે જેથી તેઓ સાથે રહી શકે અને હું અને મારા બાળકો અલગ જીવન જીવી શકીએ.’
પતિએ જણાવ્યું કે તેના લગ્ન 2008માં સોનભદ્રમાં થયા હતા. લગ્નને 17 વર્ષ થઈ ગયા છે. તેમને ચાર બાળકો છે, જેમાં મોટો દીકરો 16 વર્ષનો અને નાની દીકરી 14 વર્ષની છે જ્યારે 11 વર્ષની બે જોડિયા દીકરીઓ પણ છે. લગભગ 10 વર્ષ પહેલા, તે તેની પત્ની સાથે સિંગરૌલી આવ્યો હતો અને અહીં એક ખાનગી પાવર પ્લાન્ટમાં કામ કરે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની હત્યાને લઈ વિવાદ વકર્યો
આ પણ વાંચોઃ 2025 માં માનવીઓનો એલિયન્સ સાથે ટક્કર? બાબા વાંગાની આગાહીએ હંગામો મચાવ્યો, શું તે સાચી પડશે












