ટ્રેન્ડિંગમનોરંજન

મૌની રોયના 4 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત, આખરે અભિનેત્રીએ પોતે જ છૂટાછેડાના સમાચાર કન્ફર્મ કર્યા

Mouni Roy Divorce: બોલિવૂડ અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી મૌની રોય અને તેના બિઝનેસમેન પતિ સૂરજ નાંબિયારના લગ્નજીવનમાં ચાલી રહેલી ખટપટની અફવાઓ પર આખરે વિરામ લાગી ગયો છે. મૌની અને સૂરજે લગ્નના 4 વર્ષ બાદ પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. કપલે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કરીને આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.

કપલે સોશિયલ મીડિયા પર શેર કર્યું જોઈન્ટ સ્ટેટમેન્ટ

મૌની રોય અને સૂરજે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નિવેદન શેર કરતા લખ્યું, “અમે ખૂબ જ દુઃખ સાથે જોઈ રહ્યા છીએ કે મીડિયામાં અમારી અંગત જિંદગી વિશે અનેક ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. અમે એ જણાવવા માંગીએ છીએ કે અમે પરસ્પર સમજદારી સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે. ઘણી વિચાર-વિમર્શ અને બદલાતી પ્રાથમિકતાઓ બાદ અમે સન્માન સાથે અલગ-અલગ રસ્તાઓ પર આગળ વધવાનું નક્કી કર્યું છે.”

શું 2024 થી જ સંબંધોમાં હતી તિરાડ?

મૌની અને સૂરજે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2022 માં સાત ફેરે લીધા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે સૂરજે મૌનીને છેતરી છે. મૌનીના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પણ 2024 પછી સૂરજ સાથેની કોઈ તસવીરો જોવા મળી નથી. હાલમાં જ છેતરપિંડીના આરોપો બાદ સૂરજે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું.

મિત્રતા જાળવી રાખવાનો પ્રયાસ કરશે

પોતાના નિવેદનમાં કપલે આગળ જણાવ્યું હતું કે, “અમે ભવિષ્યમાં પણ અમારી મિત્રતા જાળવી રાખવાનો પ્રયાસ કરીશું. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું સન્માન કરવા અને અમને સપોર્ટ કરવા બદલ અમે સૌનો દિલથી આભાર માનીએ છીએ.” નકારાત્મકતાથી બચવા માટે કપલે આ પોસ્ટનું કોમેન્ટ સેક્શન પણ બંધ રાખ્યું છે.

આ પણ વાંચોઃ તમિલનાડુમાં કર્મચારીઓને મોટી ભેટ : વિજયની સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

આ પણ વાંચોઃ દિલ્હી સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’નો આદેશ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button