ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Motorola ટૂંક સમયમાં ભારતમાં 50MP કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન કરશે લોન્ચ, Teaser રિલીઝ

Text To Speech
  • Motorola Edge 50 Fusion 5G ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ
  • Motorola Indiaએ સત્તાવાર રીતે આ ફોનનું વીડિયો ટીઝર કર્યું રિલીઝ
  • મિડ-બજેટમાં લોન્ચ થનારા આ ફોનમાં જોવા મળશે મજબૂત ફીચર્સ

HD ન્યૂઝ ડેસ્ક, 7 મે: Motorola Indiaએ સત્તાવાર રીતે વધુ એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનને ટીઝ કર્યો છે. મોટોરોલાનો આ સ્માર્ટફોન ગયા મહિને જ વૈશ્વિક સ્તરે લોન્ચ થયો હતો. Motorola Edge 50 Pro પછી, કંપની ભારતમાં આ સીરીઝનો બીજો ફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. Motorola Indiaએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ ફોનનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. ફોનના પાછળના ભાગમાં વીગન લેધર ડિઝાઇન સાથેનો 50MP કેમેરા આપવામાં આવશે.

Motorola Indiaના X હેન્ડલ પરથી રિલીઝ થયેલા વીડિયો ટીઝરમાં તેને સેગમેન્ટમાં શ્રેષ્ઠ કેમેરા ફોન તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. મોટોરોલાનો આ સ્માર્ટફોન ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે અને તેમાં કર્વ્ડ ડિસ્પ્લે હશે. જો અહેવાલોનું માનવામાં આવે તો, તે Motorola Edge 50 Fusion 5G સ્માર્ટફોન હોઈ શકે છે, કેમ કે તાજેતરમાં જ ભારતીય પ્રમાણપત્ર સાઈટ પર જોવા મળ્યો હતો. આ ફોનના વીડિયો ટીઝરમાં ‘Fusion’નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ વાતની પુષ્ટિ કરે છે.

Motorola Edge 50 Fusion ના સંભવિત ફીચર્સ

આ મોટોરોલા ફોનના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 6.7 ઇંચની FHD+ pOLED 3D કર્વ્ડ ડિસ્પ્લે હશે. આ ફોનનું ડિસ્પ્લે 144Hz હાઈ રિફ્રેશ રેટ ફીચરને સપોર્ટ કરશે. ઉપરાંત, તેની પીક બ્રાઇટનેસ 1600 નિટ્સ સુધીની હશે. મોટોરોલાનો આ મિડ-બજેટ સ્માર્ટફોન Qualcomm Snapdragon 7s Gen 2 પ્રોસેસર પર કામ કરશે. ફોનમાં 12GB રેમ સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ હશે.

 

આ ફોનના કેમેરા ફિચર્સ વિશે વાત કરીએ તો, આ મોટોરોલા સ્માર્ટફોન 50MP મુખ્ય OIS કેમેરા અને 13MP અલ્ટ્રા-વાઇડ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32MP કેમેરા હશે. Motorola Edge 50 Fusion 5G માં 68W ટર્બો ફાસ્ટ યુએસબી ટાઈપ સી ચાર્જિંગ ફીચર સાથે 5,000mAh બેટરી હશે. આ સિવાય આ ફોન પ્રીમિયમ ગ્રેડ IP68 રેટિંગ સાથે આવશે. ફોન એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત Hello UI પર કામ કરશે. આ સિવાય ફોનમાં NFC, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Google લાવી રહ્યું છે Pixel 8 સીરીઝનો સૌથી સસ્તો ફોન, જાણો ફીચર્સ

Back to top button