ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ટ્રમ્પ ટેરિફ વચ્ચે જયશંકર અને માર્કો રુબિયોની મુલાકાત, જાણો H1-B વિઝા સહિત ક્યા મુદ્દાઓ પર થઇ વાત

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર, 2025: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઉચ્ચ સ્તરીય બેઠકના 80માં સત્રમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકપ અમેરિકા પહોંચ્યા છે. તેમણે ગઇકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કોટ રુબિયો સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે H1-B વિઝા, ટેરિફ અને વેપાર સોદા મુદ્દે વાતચીત થઇ હતી.

દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે માર્કો રુબિયો સાથેની તેમની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના વર્તમાન મુદ્દાઓ સહિત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અનેક મુદ્દાઓ પર સતત સહયોગ પર કરાર થયો હતો.

ચર્ચાઓનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચે ઉદભવેલા મતભેદોને ઉકેલવાનો હતો. આ વર્ષે જયશંકર અને રુબિયો વચ્ચે આ ત્રીજી મુલાકાત છે. તેમની અગાઉની વાતચીત 1 જુલાઈના રોજ વોશિંગ્ટનમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા અંગેના નિયમોમાં ફેરફાર કર્યા

ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં H-1B વિઝા ફી વધારવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આદેશથી H-1B વિઝા માટેની અરજી ફી 100,000 ડોલર સુધી વધી ગઈ છે, જેના કારણે ટેક ઉદ્યોગમાં ગભરાટ ફેલાયો છે અને આ વિઝા કાર્યક્રમ પર આધાર રાખતા કામદારો માટે અનિશ્ચિતતા છે. જો કે, વ્હાઇટ હાઉસે શનિવારે જણાવ્યું હતું કે આ એક વખતની ફી છે જે ફક્ત નવા વિઝા પર લાગુ થાય છે, વિઝા રિન્યુઅલ અથવા હાલના વિઝા ધારકો પર નહીં.

ન્યુયોર્ક પેલેસ ખાતે માર્કો રુબિયો અને એસ. જયશંકર વચ્ચેની આ મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યા પછીની પહેલી રૂબરૂ મુલાકાત છે. આનાથી ભારત પર યુએસ ટેરિફ વધીને 50 ટકા થઇ હતી.

ભારત-અમેરિકા વેપાર સોદા પર ચર્ચા થશે

આ દ્વિપક્ષીય બેઠક એવા દિવસે થઈ હતી જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ વાટાઘાટોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારે ન્યૂ યોર્કમાં યુએસ પક્ષને મળશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય ટૂંક સમયમાં પરસ્પર લાભદાયી વેપાર કરાર પૂર્ણ કરવા માટે ચર્ચાઓને આગળ વધારવાનો છે.”

આ પણ વાંચોઃ અમેરિકામાં ભારતીય નિકાસમાં સતત ત્રીજા મહિને ઘટાડો, શ્રેણી C ઉત્પાદનો પર 50 ટકા ટેરિફની ભારે અસર

Back to top button