ભારતમાં મીડિયા સ્વતંત્ર નથી, રૉયટર્સનું એકાઉન્ટ બ્લોક થતા ભડ્યું ઈલોન મસ્કનું એક્સ

નવી દિલ્હીઃ 8 જુલાઈ, 2025: Media is Not Free in India Says X: ભારતમાં બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઇટર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કર્યા બાદ, ઈલોન મસ્કના એક્સે ભારતે સરકારની ટીકા કરી છે. એક્સે કહ્યું કે, ભારત સરકાર પ્રેસની સ્વતંત્રતાને મહત્ત્વ નથી આપતી. 3 જુલાઈના દિવસે, ભારત સરકારે ભારતમાં 2 હજારથી વધુ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. એક કલાકમાં, આ હેન્ડલ્સને કોઈ કારણ આપ્યા વિના બ્લોક કરવામાં આવ્યા હતા, જેમાં રોઇટર્સનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, ભારત સરકારે કહ્યું કે, એકાઉન્ટને બ્લોક કરવા અંગે કોઈ નવો આદેશ આપવામાં નથી આવ્યો. જોકે, ત્યારબાદ એક્સને રોઇટર્સને અનબ્લોક કરવામાં 21 કલાકથી વધુ સમય લાગ્યો.
એકાઉન્ટ બ્લોક કરવા મુદ્દે એક્સની પ્રતિક્રિયા
X એ કહ્યું કે, જેમના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જો તેઓ આદેશનું પાલન ન કરતા હોત, તો તેમને સજા થાત. ભારતમાં જેમના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા તેમણે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.
કોઈપણ કારણ આપ્યા વિના સરકારે બ્લોક કર્યા એકાઉન્ટ્સ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની ગ્લોબલ અફેર્સ ટીમે પોસ્ટ કરીને કહ્યું હતું કે, 3 જુલાઈના દિવસે ભારત સરકારે IT એક્ટની કલમ 69A હેઠળ લગભગ 2,355 એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં રોઇટર્સ અને રોઇટર્સ વર્લ્ડનો પણ સમાવેશ થાય છે. જો આદેશનું પાલન ન કરવામાં આવે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. X એ દાવો કર્યો હતો કે, ભારત સરકારે કોઈ કારણ આપ્યા વિના એક કલાકની અંદર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે આ એકાઉન્ટ્સ આગામી આદેશો સુધી બ્લોક રહેશે. જ્યારે જનતાએ વિરોધ કર્યો, ત્યારે સરકારે X ને રોઇટર્સ અને રોઇટર્સ વર્લ્ડના એકાઉન્ટ્સ અનબ્લોક કરવા કહ્યું.
On July 3, 2025, the Indian government ordered X to block 2,355 accounts in India, including international news outlets like @Reuters and @ReutersWorld, under Section 69A of the IT Act. Non-compliance risked criminal liability. The Ministry of Electronics and Information…
— Global Government Affairs (@GlobalAffairs) July 8, 2025
ભારતમાં પ્રેસ પરના પ્રતિબંધો અંગે ચિંતિતઃ એક્સ
આ ઘટના બાદ એક્સે કહ્યું કે, અમે ભારતમાં પ્રેસ પર લાદવામાં આવી રહેલા પ્રતિબંધો અંગે અમે ખૂબ ચિંતિત છીએ. અમે દરેક કાનૂની વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ. અસરગ્રસ્ત યુઝર્સને કોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
IT એક્ટના દુરૂપયોગનો આરોપ
નોંધનીય છે કે, માર્ચમાં પણ, X એ કેન્દ્ર સરકાર પર IT એક્ટનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં X એ સુપ્રીમ કોર્ટના 2015ના શ્રેયા સિંઘલ કેસનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કલમ 66A નો આ રીતે ઉપયોગ કરી શકાતો નથી.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં થશે સત્તા પરિવર્તન? સિદ્ધારમૈયા અને શિવકુમારની દિલ્હી મુલાકાત પર કોંગ્રેસે તોડ્યું મૌન
આ પણ વાંચોઃ અમેરિકા સાથે થઈ ગયો વેપાર કરાર, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી સામે ન ઝૂક્યું ભારત












