ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

માર્કેટ ફ્લેટ કે નરમ ખુલે તેવી સંભાવના, ગિફ્ટ નિફ્ટી પ્રારંભિક ટ્રેડમાં 70 પોઇન્ટ નીચે

મુંબઇ, 21 એપ્રિલ, 2025: પાછલા સપ્તાહે બજારમાં તેજી બાદ ચાલુ સપ્તાહના પ્રથમ દિવસે બજાર ફ્લેટ કે નરમ ખુલે તેવી સંભાવના છે. છેલ્લા ગુરુવારના સત્રમાં નિફ્ટી 414 કે 1.77 ટકાના વધારા સાથે બંધ આવી હતી. બીજી બાજુ સવારના 8.20ની આસપાસ ગિફ્ટ નિફ્ટી 70 પોઇન્ટ નીચે ટ્રેડ થઇ રહી છે. એશિયન માર્કેટ્સ મિશ્ર રહ્યા છે અને અમેરિકન ફ્યુચર્સમાં ઘટાડો થયો હતો

દરમિયાનમાં ચીને યૂઆનને મજબૂત બનાવવા માટે પોતાના ધિરાણ દરો સ્થિર રાખ્યા છે. બીજિંગે પોતાના લોન પ્રાઇ દરો (એલપીઆર) સ્થિર રાખતા 1 વર્ષના એલપીઆર 3.1 અને 5 વર્ષના દરો 3.6 ટકા રાખ્યા હતા. જે દર્શાવે છે કે મધ્યસ્થ બેન્ક અમેરિકા સાથેના વેપાર તણાવની વચ્ચે પોતાના ચલણને સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહી છે.

એશિયન બજારો

એશિયન માર્કેટમાં ચીન અને અમેરિકા વચ્ચે વેપાર તણાવને કારણે રોકાણકારોના સેન્ટીમેન્ટ ખરડાયા હતા. જેના કારણે જાપાનનો નિક્કેઇ 225 1.16 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.12 ટકા વધ્યો હતો, તો હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.6 વધ્યો છે.

અમેરિકન બજારો

અમેરિકાના બજારો તરફ નજર નાખતા જણાય છે કે વોલસ્ટ્રીટમાં શુક્રવારે વોલેટાઇલ ટ્રેડિંગ સાથે સત્ર બંદ થયુ હતું. એસએન્ડપી500 0.13 ટકા વધીને 5,282.70 પર, જ્યારે નાસડેક કંપોઝીટ 0.13 ટકા ઘટીને 16,286.45 પર બંધ થયો હતો. તેમજ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 527 પોઇન્ટ કે 1.3 ટકા ગુમાવીને 39,142.23 પર બંધ રહ્યો હતો.

બીજી બાજુ યુએલ ડોલર ઇન્ડેક્સ સોમવારે સવારે 0.18 ટકા નીચે ખુલ્યો છે. જ્યારે રૂપિયો તેની સામે 0.37 ટકા વધીને 17 એપ્રિલ 85.37ના મથાળે બંધ આવ્યો હતો. તેમજ ક્રૂડના ભાવ શુક્રવારે ફરી ઘટ્યા હતા. ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ શુક્રવારે 1.80 ટકા નીચે 63.51 ડોલર પર ક્વોટ થયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ સોમવારે 1.72 ટકા નીચે 66.79 ડોલરના મથાળે ક્વોટ થયુ છે.

એફઆઇઆઇ અને ડીઆઇઆઇ

એફઆઇઆઇ અને ડીઆઇઆઇના ડેટા પર નજર નાખતા જણાય છે કે વિદેશી સંસ્તાકિયા રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સપ્તાહે રૂ. 4,668 કરોડની ખરીદી કરી હતી. જ્યારે ઘરેલુ સંસ્થાકિય રોકાણકારો (ડીઆઇઆઇ)એ પણ રૂ. 2006 કરોડની ખરીદી કરી હતી એમ એનએસઇ પરનો કમચલાઉ ડેટા જણાવે છે.

24 કેરેટ ગોલ્ડના ભાવ જોઇએ તો છેલ્લા એક સપ્તાહની તુલનામાં 2.14 ટકા વધીને 10 ગ્રામદીઠ  95,440ની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શી ગયા છે. પાછલા મહિનાની તુલનામાં ગોલ્ડના ભાવ 8.2 ટકા ઉપર છે. જ્યારે 22 કેરેટ ગોલ્ડના 10 ગ્રામના ભાવ આજે રૂ. 87,487 પર અને 18 કેરેટના ભાવ રૂ. 71,580 પર ક્વોટ થયા છે.

આ પણ વાંચોઃ જો અમેરિકા ટ્રેડ વોર જારી રાખશે તો ચીન પણ જવાબી કાર્યવાહી માટે તૈયારઃ ચીની રાજદૂત

Back to top button