SBI સહિત સરકારી અને ખાનગી બેન્કોએ બદલ્યા વેબસાઇટના નામ, સમજો તેની પાછળનું કારણ, આ રહ્યા નવા URLએડ્રેસ

નવી દિલ્હી, 1 નવેમ્બર, 2025: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB) અને એચડીએફસી (HDFC) હિત અનેક બેન્કોની વેબસાઇટનું ડોમેન નામ કે URL બદલાઇ ગયુ છે. હકીકતમાં આ ફેરફાર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના એવા નિર્દેશ પરથઇ હ્યુ છે જેમાં RBIએ બેન્કોને કહ્યુ છે કે તેઓ પોતાના નેટ બેન્કિંગ એડ્રેસને 31 ઓક્ટોબર પહેલા સ્પેશિયલ ઇન્ટરનેટ ડોમેન – ‘.bank.in’ પર ટ્રાન્સફર કરી દે. RBIએ આ સંબંધમાં સર્ક્યુલર 21 એપ્રિલ 202ના રોજ જારી કર્યો હતો.
આ સર્ક્યુલરમાં RBIએ કહ્યું હતું કે તેમના હાલના ડોમેનને ‘.bank.in’ ડોમેનમાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ જલ્દીથી પૂરી થઇ જાય અને કોઇ પણ સ્થિતિમાં 31 ઓક્ટોબર 2025થી પહેલા કરવાની રહેશે.
શા માટે બદલવામાં આવ્યા URL એડ્રેસ
RBIના આ નિર્દેશો અનુસાર, SBI, PNB અને કેનેરા બેન્કોએ પોતાની સત્તાવાર વેબસાઇટને URLને ‘.bank.in’ ડોમેન પર ટ્રાન્સફર કરી દીધા છે.
મુખ્ય બેંક વેબસાઇટ્સ માટે નવા URL એડ્રેસ
ICICI બેંક: https://www.icici.bank.in/
HDFC બેંક: https://www.hdfc.bank.in/
એક્સિસ બેંક: https://www.axis.bank.in/
કોટક મહિન્દ્રા બેંક: https://www.kotak.bank.in/en/home.html
પંજાબ નેશનલ બેંક: https://pnb.bank.in/
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા: https://sbi.bank.in
.bank.in શું છે?
વાસ્તવમાં, .bank.in ડોમેન એક સુરક્ષિત અને ખાસ ઇન્ટરનેટ ડોમેન છે, જે RBI દ્વારા ખાસ કરીને ભારતીય બેંકો માટે શરૂ કરવામાં આવ્યો છે, જે ડિજિટલ ચુકવણી છેતરપિંડી અટકાવવા અને ઓનલાઇન બેંકિંગ સેવાઓમાં વિશ્વાસ વધારવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની રાજનૈતિક હલચલ, શટડાઉન ખત્મ કરવા કરી આ માંગ












