ટ્રેન્ડિંગનેશનલ

ગળા પર ચાકૂ, પ્રાઇવેટ પાર્ટ પર માર્યા બેલ્ટ! યુવકે કપડા ઉતાર્યો અને… વીડિયો વાઇરલ થતા પોલીસે બેની કરી ધરપકડ

ભોપાલ: 21 નવેમ્બર, 2025: ભોપાલના છોલા મંદિર વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક યુવકોએ એક યુવકને બંધક બનાવીને નિર્વસ્ત્ર કર્યો અને તેને કૃરતાથી માર માર્યો. આટલું જ નહીં, આરોપીઓએ યુવકના પ્રાઇવેટ પાર્ટ પર બેલ્ટથી હુમલો કર્યો અને ગળા પર ચાકુ મૂકીને તેને ડરાવ્યો-ધમકાવ્યો. ત્યારબાદ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો. વીડિયો વાયરલ થતાં જ લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.

પોલીસે બે આરોપીની અટકાયત

સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ ગંભીર મામલે સંજ્ઞાન લીધું અને કેસ દાખલ કર્યો. પોલીસે સ્થળ પર દરોડા પાડી છોલા વિસ્તારના જ રહેવાસી અમન બાબા અને મોહમ્મદ ઝૈદની ધરપકડ કરી છે.

આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે, આ ઘટના એક મિત્રના કહેવા પર કરવામાં આવી હતી અને પીડિત યુવક તેમના પૂર્વ પરિચિત નહોતા. પોલીસ અન્ય આરોપીઓની પણ શોધ કરી રહી છે.

પીડિતની ઓળખ બાદ ખુલશે રહસ્ય

પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ, આ મામલાની તપાસ ચાલુ છે અને પોલીસ વીડિયો તેમજ આરોપીઓની નિશાનદેહીના આધારે બાકીના લોકોને પકડવાનો પ્રયાસ કરી રહી છે. પીડિત યુવક હજી સુધી સામે આવ્યો નથી અને તેની ઓળખ જાહેર થયા બાદ જ સમગ્ર ઘટનાનું સત્ય સામે આવશે. પોલીસે કહ્યું કે આ મામલામાં જલદી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી ATSએ પકડેલા આતંકી ડૉ.અહેમદ સૈયદ હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ માંથી નીકળતો હોવાના CCTV આવ્યા સામે

આ પણ વાંચોઃ IPL 2026: આ બે ભારતીય ખેલાડીઓ માટે બનશે કરિયરનો ટર્નિંગ પોઈન્ટ, દમદાર પ્રદર્શનથી ખુલશે ટીમ ઇન્ડિયાના દરવાજા

 

Back to top button