ટ્રેન્ડિંગનેશનલ

‘એને ભૂલી જા નહીંતર…’ પ્રેમ, ધમકી અને હત્યા, અનૈતિક સંબંધના કારણે રચાયો ખૂની ખેલ

મહારાષ્ટ્ર: 16 ડિસેમ્બર, 2025: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગેરકાયદે સંબંધોના કારણે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં દેવાઇ. જલગાંવ શહેરને અડીને આવેલા નિમખેડી શિવાર વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ હત્યા પરિણીત મહિલાના અનૈતિક સંબંધોના વિવાદમાં કરવામાં આવી છે.

પ્રેમ, ધમકી અને પછી હત્યા

મૃતક યુવકની ઓળખ સાગર સાહેબરાવ સોનવણે તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાગરને છેલ્લા કેટલાક વર્ષોથી તે જ વિસ્તારની એક પરિણીત મહિલા સાથે ગેરકાયદે સંબંધો હતા. આ સંબંધને લઈને ગામમાં અગાઉ પણ અનેકવાર વિવાદ થયા હતા.

આરોપી અનિલ ઉર્ફે શેટ્ટી નનવરે અને સંદીપ બાવિસ્કરે સાગરને ઘણી વખત ધમકાવ્યો હતો. આરોપીઓએ સાગરને ચેતવણી આપી હતી કે તે મહિલાથી અંતર બનાવી લે અને તેને ભૂલી જાય, નહીંતર તેને જીવ ગુમાવવો પડશે.

લોખંડની રોડ મારીને કરી હત્યા

ત્યારબાદ રવિવારે રાત્રે 10 વાગ્યે આરોપીઓએ સાગરને રામ મંદિર પરિસરમાં મળવા બોલાવ્યો હતો. સાગર જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ આરોપીઓએ લોખંડના રોડ અને ધારદાર હથિયાર વડે તેના પર હુમલો કર્યો. આરોપીઓએ સાગરના માથા પર વારંવાર પ્રહાર કર્યા હતા, જેના કારણે તેનું માથું સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું. ઘટનાને અંજામ આપીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સાગરને સરકારી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ કાર્યવાહી

આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

 

Back to top button