ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્ર : કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ત્રણ કોલ આવ્યા !

 

મહારાષ્ટ્રમાં ફરી એકવાર ફોન કરી નેતાઓને હેરાન કરવાની ઘટના સામે આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. નાગપુર સ્થિત ઓફિસમાં લેન્ડલાઈન ફોન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

આ ઘટના બાદ નીતિન ગડકરીની ઓફિસ તરફથી નાગપુર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર સ્થિત નીતિન ગડકરીની ઓફિસ પર ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેમની ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેન્દ્રીય મંત્રીના કાર્યાલય તરફથી નાગપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ નાગપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુસ્મિતા સેનના ભાઇ રાજીવે બહેનના Ex-BF લલિત મોદીને કોરોનામાંથી સાજા થવાની શુભેચ્છા આપી!

ત્રણ વાર ફોન કર્યો

આજે સવારથી જ નીતિન ગડકરીના નાગપુરમાં જનસંપર્ક કાર્યાલયમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ફોન આવ્યા છે. પહેલો કોલ ગઈ કાલે સવારે 11.29 વાગ્યે આવ્યો હતો, બીજો કોલ સવારે 11.35 વાગ્યે આવ્યો હતો અને ત્રીજો કોલ 12.32 વાગ્યે આવ્યો હતો.

Back to top button