23ની ઉંમરે ગર્લફ્રેન્ડની ચાકુનો ઘા મારી કરી હત્યા, 48 વર્ષ બાદ ધરપકડ, 71 વર્ષની ઉંમરે મળ્યા જામીન

મહારાષ્ટ્ર:18 ઓક્ટોબર 2025: મુંબઈની સેશન્સ કોર્ટે ચંદ્રશેખર મધુકર કાલેકરને જામીન આપ્યા છે, જે 48 વર્ષ સુધી આરોપી તરીકે ફરાર રહ્યા બાદ પકડાયો હતો. આ કેસ 1977નો છે, જ્યારે 23 વર્ષના કાલેકરે શંકાના કારણે પોતાની પ્રેમિકાને છરી મારી દીધી હતી.
આરોપી 48 વર્ષ સુધી ફરાર રહ્યો:
હત્યાના પ્રયાસના આરોપમાં કાલેકરની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જામીન મળ્યા પછી, તે કોર્ટમાં હાજર ન થતાં તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ (Non-Bailable Warrant) જારી કરવામાં આવ્યું હતું.
પોલીસે ઘણા વર્ષો સુધી તેની શોધ કરી, પરંતુ કાલેકરે મુંબઈના ઘણા વિસ્તારોમાં પોતાનું ઠેકાણું બદલી નાખ્યું હતું. બાદમાં પોલીસને જાણ થઈ કે તે રત્નાગિરી જિલ્લાના દાપોલીમાં રહે છે, જ્યાંથી તેની ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો. તેની ઓળખ કરવી પોલીસ માટે પડકારજનક હતી, પરંતુ પૂછપરછમાં તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો.
71 વર્ષની ઉંમર અને બીમારીના આધારે જામીન:
કાલેકરના વકીલે કોર્ટને જણાવ્યું કે હવે કાલેકરની ઉંમર 71 વર્ષની છે અને તે અનેક બીમારીઓથી પીડિત છે. વકીલે દલીલ કરી કે 2010 માં તેનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. આ સિવાય બીમારીના કારણે તેને અનેક વાર હોસ્પિટલ જવું પડ્યું અને આ જ કારણોસર તે ટ્રાયલમાં હાજર રહી શક્યો નહતો.
બીજી તરફ, સરકારી વકીલે જામીનનો વિરોધ કરતાં કહ્યું કે આ ગંભીર મામલો છે અને જો તેને જામીન આપવામાં આવે તો તે ફરીથી ફરાર થઈ શકે છે.
કોર્ટે જામીન મંજૂર કર્યા:
કોર્ટે આરોપીની 71 વર્ષની ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, તેમજ ટ્રાયલમાં હાજર રહેવાની ખાતરી આપ્યા બાદ જામીન મંજૂર કર્યા છે. હવે તેની ટ્રાયલ શરૂ થશે અને કોર્ટમાં મામલો આગળ વધશે.
આ પણ વાંચો :BJP કાઉન્સિલરે પોતાનું પદ બચાવવા પોતાની પુત્રીની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા, પછી… પક્ષે હાંકી મુક્યો
આ પણ વાંચો :એરપોર્ટ પર દેખાયો સલમાન ખાનનો સ્વેગ, ચારે બાજુ સિક્યુરિટીથી ઘેરાયેલા દેખાયા, પેપ્સને આપ્યા કૂલ પોઝ












