મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ થયા, ઉલ્લંઘન કરશો તો મોટી કાર્યવાહી થશે

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પોતાના કર્મચારીઓને લઈને ગુપ્ત સૂચનાને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગતર્ત સરકારે કર્મચારીઓ માટે નવા સોશિયલ મીડિયા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ નિર્દેશોનો ઉદ્દેશ્ય સરકારી ગોપનીય જાણકારી લીક થવી, સોશિયલ મીડિયા પર ખોટી સૂચના ફેલાવવા અને કર્મચારીઓ દ્વારા સરકારી નિયમો વિરુદ્ધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવા જેવી સમસ્યાઓને રોકવાનો છે.
રાજ્ય સરકારના સામાન્ય પ્રશાસન વિભાગે આ સંદર્ભમાં એક સર્ક્યૂલર જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું સરકારી કાર્ય પ્રણાલીમાં પારદર્શિતા અને અનુશાસન બનાવી રાખવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.
સંવેદનશીલ જાણકારી શેર કરવાથી દૂર રહેવું
નવા નિયમ અંતર્ગત સરકારી કર્મચારીઓને સોશિયલ મીડિયા પર પોતાની ગતિવિધિઓ પ્રત્યે સતર્ક રહેવા, સંવેદનશીલ સરકારી જાણકારીઓ શેર ન કરવા અને અફવાઓ ફેલાવાથી બચવા માટે નિર્દેશિત કરે છે. સરકારનો આ નિર્દેશ છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો, જેથી સરકારી કામકાજમાં કોઈ અડચણ ન આવે.
આ પણ વાંચો: કાર્ડિયોલોજિસ્ટે આ શાકને ગણાવ્યું અનેક બીમારીમાં ચમત્કાર, રાતે પલાળવા પર બનશે ગુણોનો ભંડાર












