ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મદરેસાના શિક્ષકને 187 વર્ષની જેલની સજા, જાણો શું છે કારણ અને ક્યાંનો છે કિસ્સો

કન્નુર, 11 એપ્રિલ : કેરળના કન્નુરમાં POCSO કોર્ટે મદરેસાના શિક્ષકને 187 વર્ષની જેલની સજા ફટકારી છે. મદરેસામાં ભણાવતા મૌલવી પર 13 વર્ષની સગીરાનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. 41 વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ કોવિડ લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીની સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. અગાઉ 2018માં પણ તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. તે આ કેસમાં સજા ભોગવી રહ્યો છે.

બીબીસીના અહેવાલ મુજબ વકીલે કહ્યું કે 13 વર્ષની છોકરી મદરેસામાં ભણવા જતી હતી. કેટલાક દિવસોથી તેનું વર્તન બદલાઈ રહ્યું હતું. તેના માતા-પિતા ચિંતિત થવા લાગ્યા. છોકરી ભણવામાં પણ ધ્યાન આપી શકતી ન હતી. જ્યારે માતા-પિતા તેને કાઉન્સેલર પાસે લઈ ગયા ત્યારે યુવતીએ બધુ સત્ય કહી દીધું. તેણે જણાવ્યું કે મદરેસાના મૌલવી તેનું યૌન શોષણ કરતા હતા.

મળતી માહિતી મુજબ, વારંવારના ગુનાઓને કારણે POCSO કોર્ટે આરોપી શિક્ષકને આટલી લાંબી સજા સંભળાવી છે. તેને POCSO એક્ટની કલમ 5(T) હેઠળ 5 લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય કલમ 5 (F) હેઠળ વિશ્વાસભંગની સજા 35 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ છે. વારંવાર જાતીય હુમલો કરવા બદલ તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ સિવાય ઓરલ સેક્સ જેવા આરોપો માટે 20-20 વર્ષની સજા અને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીસીની કલમ 376 (3) હેઠળ, સગીર સાથે બળાત્કારના આરોપમાં 1 લાખ રૂપિયાનો દંડ અને 25 વર્ષની જેલની સજા થઈ શકે છે. તેને ફોજદારી ધમકીઓ આપવા બદલ સજા પણ કરવામાં આવી હતી. આમાં ઘણી સજાઓ એકસાથે જશે.

આવા કિસ્સામાં રફીને વધુમાં વધુ 50 વર્ષની જેલની સજા થઈ શકે છે. આરોપ છે કે મૌલવી વિદ્યાર્થિનીને ડરાવી-ધમકાવીને બળજબરીથી બીજા રૂમમાં લઈ જતો હતો અને તેની સાથે બળાત્કાર કરતો હતો. આરોપી પરિણીત હતો પરંતુ તેની પત્નીએ તેના વર્તનથી કંટાળીને તેને છૂટાછેડા પણ આપી દીધા હતા.

આ પણ વાંચો :- તહવ્વુર હુસૈન રાણાને બિહાર ચૂંટણી વખતે જ ફાંસી અપાશે, સંજય રાઉતનું મોટું નિવેદન

Back to top button