ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

માધુરી અને કરિશ્માની અદા અને એનર્જી આજે પણ અકબંધ, જૂઓ વીડિયો

Text To Speech
  • 90 ના દાયકાની ટોચની અભિનેત્રીઓ છે કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત
  • પોતાની એ જ વર્ષો જુની અદાથી આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે

મુંબઈ, 24 એપ્રિલ: કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત બંને 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રીઓ હતી. તેની સુંદરતા અને ડાન્સનો જાદુ આજે પણ લોકોને ઘાયલ કરે છે આ સિવાય બંને સારા ડાન્સર પણ છે. આવી સ્થિતિમાં જ્યારે બે સારા ડાન્સરો સામસામે આવે ત્યારે એક સ્પર્ધા થવી સ્વાભાવિક જ છે.  હાલમાં જ કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત ‘ડાન્સ દીવાને’ શોમાં આવી ત્યારે કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ દરમિયાન બંનેએ તેમની ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જૂઓ વીડિયો:

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

કરિશ્મા-માધુરીએ કર્યો જોરાદાર ડાન્સ

હાલમાં કલર્સ ચેનલે તેનો લોકપ્રિય શો ‘ડાન્સ દીવાને’નો એક નવો પ્રોમો વીડિયો શેર કર્યો છે, જેમાં કરિશ્મા અને માધુરીનો ‘ડાન્સ ઓફ એનવી’ જોવા મળ્યો હતો. કરિશ્મા અને માધુરીએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’માં એકસાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપર-ડુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં માધુરી અને કરિશ્મા વચ્ચે ‘ડાન્સ ઓફ એનવી’ માં પણ જબરદસ્ત લડાઈ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આ ગીતમાં ફરી એકવાર બંનેનો અદ્ભુત ડાન્સ એજ જૂની અદામાં જોવા મળ્યો હતો.

વર્ષો પછી પણ જોવા મળી એ જ અદા

વાયરલ થયેલા આ વીડિયોમાં કરિશ્મા અને માધુરી જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેમાં બંને અભિનેત્રીઓ પોતાના આગવા અંદાજમાં જોવા મળી હતી. યશ ચોપડાની બ્લોકબ્લસ્ટર ફિલ્મ વર્ષો પછી બંને અભિનેત્રીઓની એની એજ એનર્જી જોવા મળી છે. યશ ચોપરાની બ્લોકબસ્ટર ફિલ્મનો આ આઇકોનિક ડાન્સ ફેસ ઓફ જોયા બાદ લોકોનો ઉત્સાહ વધી ગયો છે. કરિશ્મા અને માધુરીનો આ ડાન્સ જોઈને ફેન્સની સાથે પણ સુનીલ શેટ્ટી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હવે બંને અભિનેત્રીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ અંગે ચાહકોના પણ શાનદાર રિએક્શનો આપી રહ્યા છે.

આ પણ વાંચો:અનંત અંબાણી-રાધિકાના લગ્ન વિદેશમાં નહીં, ભારતમાં આ જગ્યાએ થશે? જાણો કોને આમંત્રણ? 

Back to top button