ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

અનંત અંબાણી-રાધિકાના લગ્ન વિદેશમાં નહીં, ભારતમાં આ જગ્યાએ થશે? જાણો કોને આમંત્રણ?

  • અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાશે

HD ન્યૂઝ ડેસ્ક, 24 એપ્રિલ: અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન કોઈ ભવ્ય ઉત્સવથી ઓછું હોતું નથી. ગયા મહિને, માર્ચની શરૂઆતમાં, ગુજરાતના જામનગરમાં અનંત અંબાણીના ‘વનતારા’ પ્રોજેક્ટના લોન્ચની સાથે, તેમનું અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો. ત્યારે ફરી એકવાર દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીના ઘરે લગ્નનો ઉત્સવ થવા જઈ રહ્યો છે. પ્રી-વેડિંગ બાદ હવે રાધિકા અને અનંત અંબાણીના લગ્નનું સ્થળ અને તેમના લગ્નમાં હાજરી આપનારા મહેમાનોની યાદી બહાર આવી છે. લગ્નમાં હાજરી આપનારા આ મહેમાનોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, કેટરિના કૈફ, રણબીર કપૂર સહિતના સેલેબ્સ સામેલ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શું અનંત-રાધિકા ભારતમાં લગ્ન કરશે?

રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંને 12 જુલાઈના રોજ લગ્ન કરશે. જો કે, અંબાણી પરિવાર દ્વારા તેમના લગ્નની તારીખ વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

એટલું જ નહીં, થોડા દિવસો પહેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અનંત-રાધિકાના લગ્નની વિધિઓ લંડનમાં યોજાશે. આ કપલ અબુ દાબીમાં સંગીત સેરેમની કરશે અને હવે તાજેતરમાં, સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરતી વખતે કહ્યું કે, અનંત અને રાધિકાના લગ્ન વિદેશમાં નહીં પરંતુ ભારતમાં થશે. આટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો હતો કે, બંને મુંબઈમાં જ લગ્ન કરશે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના અતિથિઓની યાદી  

અહેવાલો અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોલિવૂડથી લઈને વિદેશના મહેમાનો હાજરી આપશે. તેમના લગ્નના મહેમાનોની યાદીમાં બચ્ચન પરિવાર, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, વિકી કૌશલ, કેટરિના કૈફ, શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.

આ સિવાય બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, લેરી ફિંક, સ્ટીફન શ્વાર્ઝમેન, બોબ ઈગર, ઈવાંકા ટ્રમ્પ સહિત ઘણા વિદેશી મહેમાનો પણ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન સમારંભમાં સામેલ થવા માટે ભારત આવી શકે છે.

આ પણ જુઓ: પરવીન બાબી જ્યારે કપડાં વિના જ રસ્તા પર દોડી ગઈ હતી… શું હતી એ ઘટના?

Back to top button