અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, LPG સપ્લાય માટે નવો ફોર્મ્યુલા તૈયાર

LPG Crisis: અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ કેન્દ્ર સરકારે LPG અંગે મોટો નિર્ણય લીધો છે. દેશભરમાં LPGની અછતને ધ્યાનમાં રાખીને સરકારે ગેસ સપ્લાય માટે નવો ફોર્મ્યુલા નક્કી કર્યો છે.
સરકારે ફાર્માસ્યુટિકલ્સથી લઈને સ્ટીલ સુધીના કારખાનાઓને રાહત આપી છે. ઉદ્યોગ ક્ષેત્ર માટે જથ્થાબંધ LPG સપ્લાય માટે નવી શરતો તૈયાર કરવામાં આવી છે. રાજ્યોને પહેલેથી જ પેકેજ્ડ નોન-ડોમેસ્ટિક LPG ના 70% ફાળવવામાં આવ્યા છે. તેમાં 10 ટકા વધારાનો ક્વોટા તે રાજ્યોને મળશે, જે PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ સાથે જોડાયેલા નક્કી કરાયેલા સુધારા લાગુ કરશે. એટલે કે જે રાજ્ય PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારશે, તેમને વધુ ગેસ મળશે.
LPG વપરાશના માત્ર 70% સપ્લાય મળશે
સરકારે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, યુરેનિયમ, હેવી વોટર, સ્ટીલ, બીજ, મેટલ, સિરામિક, ફાઉન્ડ્રી, ફોર્જિંગ અને ગ્લાસ જેવા સેક્ટરોને પણ જથ્થાબંધ LPG પુરા પાડવાનો નિર્ણય લીધો છે. આ ઉદ્યોગોને માર્ચ 2026 પહેલાંની તેમની વપરાશના 70 ટકા જેટલું LPG આપવામાં આવશે.
કોને પહેલા LPG મળશે?
જોકે સમગ્ર ક્ષેત્ર માટે કુલ મર્યાદા 0.2 TMT પ્રતિ દિવસ નક્કી કરવામાં આવી છે, પરંતુ જે ફેક્ટરીઓમાં LPGની જગ્યાએ નેચરલ ગેસનો ઉપયોગ શક્ય નથી, તેમને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે સાથે ઉદ્યોગોને OMCs એટલે કે તેલ કંપનીઓ સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને PNG કનેક્શન માટે CGD કંપનીઓને અરજી કરવી પડશે.
જો કે જ્યાં LPG મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે અને તેની જગ્યાએ ગેસનો ઉપયોગ શક્ય નથી, ત્યાં PNG અરજી કરવાની શરતમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને ત્રણ મહત્વપૂર્ણ પગલાં લેવા માટે પણ કહ્યું છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને શું સૂચનાઓ આપી?
પ્રથમ – નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026 તમામ સંબંધિત વિભાગો સુધી પહોંચાડવો.
બીજું – 10 ટકા રિફોર્મ-લિંકડ LPG એલોકેશનનો લાભ શક્ય તેટલી વહેલી તકે લેવો.
ત્રીજું – કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) સાથે સંબંધિત રાજ્યની નીતિ તાત્કાલિક જાહેર કરવી.
આ પણ વાંચો: ધર્મ VS કાયદોઃ શું કોર્ટ નક્કી કરી શકે આસ્થા? સુપ્રીમ કોર્ટમાં 9 જજોની બેન્ચ સામે થઈ તીખી દલીલ












