ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સોના સામે ધિરાણ, આરબીઆઇએ શા માટે બદલ્યા નિયમો, ગ્રાહકોને શું ફાયદો? જાણો બધું જ

નવી દિલ્હી, 13 ઓક્ટોબર, 2025: સોનામાં મોંઘવારી સાથે ભારતમાં ગોલ્ડ લોન બજાર વર્ષે સરેરાશ 30 ટકાના દરે વધી રહ્યુ છે. ઇકરા અને રિઝર્વ બેન્કના અનુસાર ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં બેન્કો અને NBFCsનું સોના સામેનું ધિરાણ 2.94 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે. CRIFના રિપોર્ટ અનુસાર જૂન સુધી ભારતમાં બેન્કો તેમજ NBFCsનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો 13.4 લાખ કરોડ ર હતો. રિઝર્વ બેન્કે નવી નાણાંકીય નીતિમાં ગોલ્ડ લોન સાથે સંસખાલેયાલ નિયમોમાં ફેરફાર કર્યા છે. નવો નિયમો એપ્રિલ 2026થી લાગુ પડશે.

RBI એ નિયમો કેમ બદલ્યા?

ગોલ્ડ લોન લેનારાઓમાં નાના ગ્રાહકો (2.5 લાખ સુધી) 60% હિસ્સો ધરાવે છે. સરેરાશ લોનનું કદ રૂ. 70,000 છે. ઘરેણાં મુખ્યત્વે કોલેટરલ તરીકે ગીરવે મૂકવામાં આવે છે.
ગોલ્ડ લોન રોલઓવરમાં તીવ્ર વધારો, ગીરવે રાખેલ સોનું પરત કરવામાં વિલંબ અને સોનાનું અયોગ્ય મૂલ્યાંકન.

બેંકો અસંખ્ય ફી વસૂલતી હતી, અને જપ્ત કરેલા સોનાની હરાજી પારદર્શક ન હતી, જેના કારણે ગ્રાહકોની ફરિયાદોની સંખ્યા વધી રહી હતી. સોનું, સિક્કા અથવા ETF ખરીદવા માટે બેંક લોન ઉપલબ્ધ રહેશે નહીં. સોનાના દાગીના અથવા સિક્કા સામે લોનની મંજૂરી છે. લોન-ટુ-વેલ્યુ નિયમો બદલાયા છે. આ ગીરવે રાખેલા સોનાના મૂલ્ય અને લોનની રકમના ગુણોત્તરનો ઉલ્લેખ કરે છે.

LTV (લોન-ટુ-વેલ્યુ) રૂ. 2.5 લાખ સુધીની લોન માટે 85%, રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ વચ્ચેની લોન માટે 80% અને રૂ. 5 લાખથી વધુની લોન માટે 75% હશે.

નાના ગ્રાહકોને તેમના સોનાના બદલામાં વધુ રકમ મળશે

સોનાનું મૂલ્યાંકન: IBJA અથવા SEBI નિયમનકારી દરો અનુસાર, સોનાની કિંમત 30-દિવસની સરેરાશ કિંમત અથવા પાછલા દિવસની કિંમતના નીચલા સ્તરના આધારે નક્કી કરવામાં આવશે.

લોન ચુકવણી: મુદ્દલ અને વ્યાજ 12 મહિનાની અંદર ચૂકવવું આવશ્યક છે. પહેલાં, લોકો વ્યાજની રકમ ચૂકવ્યા પછી તેમની લોન રિન્યૂ કરતા હતા. રોલઓવર બંધ કરવાથી ડિફોલ્ટનું જોખમ ઘટશે.

સોનું પાછુ આપવું: ગિરવે મૂકેલું સોનું 7 કાર્યકારી દિવસોમાં પાછું આપવું આવશ્યક છે. કોઈપણ વિલંબ માટે બેંક અથવા NBFCને દરરોજ રૂ. 5,000 નો દંડ લાગશે.

હરાજી પ્રક્રિયા: ડિફોલ્ટના કિસ્સામાં, ગ્રાહકને હરાજી પહેલાં સૂચિત કરવું આવશ્યક છે. અનામત કિંમત બજાર મૂલ્યના 90% પર સેટ કરવામાં આવશે. LTV વિગતો, સોનાની શુદ્ધતા અને લોનની શરતો સહિત તમામ દસ્તાવેજો તપાસો અને મૂલ્યાંકન પ્રમાણપત્ર રાખો. જે સોનું તમારી પાસે નથી અથવા જે પહેલાથી ગિરવે મૂક્યું છે તેને ફરીથી ગિરવે મૂકશો નહીં. વિવિધ બેંકો અને NBFCમાં વ્યાજ દરોની તુલના કરો.

આ પણ વાંચોઃ 13 ઓક્ટોબર, 2025: કુંભ રાશિના સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી રહ્યો છે

Back to top button