LIVE: ઓવલ ટેસ્ટમાં ભારતનો વિજય, ઈંગ્લેન્ડને છ રને હરાવ્યુંઃ શ્રેણી 2-2થી સરભર

લંડન, 04 ઓગસ્ટ, 2025ઃ india vs england Live ઈંગ્લેન્ડ વિરુદ્ધની છેલ્લી ટેસ્ટમાં ભારતે જીત મેળવી લીધી છે. અંગ્રેજોની ટીમને છ રને હરાવીને સિરિઝ 2-2થી ઈક્વલ કરી દીધી. છેલ્લા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતને જીત માટે ચાર વિકેટની જરૂર હતી. જે લક્ષ્યાંક સિરાઝ સહિત બોલરોની મદદથી હાંસલ કરી લેવામાં આવ્યો છે.
5TH Test. India Won by 6 Run(s) https://t.co/1X8XpuKSme #ENGvIND #5thTest
— BCCI (@BCCI) August 4, 2025


અંતિમ સ્કોર
ભારત 224 અને 396
ઈંગ્લેન્ડ 247 અને 367
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો અંતિમ મુકાબલો જીત્યો છે. આ પહેલાં ભારતે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની 16 સીરિઝ રમી હતી, જેમાં 6 વખત અંતિમ ટેસ્ટમાં હાર મળી હતી અને 10 વખત અંતિમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. હવે આખરે ભારતીય ટીમ વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો અંતિમ મુકાબલો જીતવામાં સફળ રહી છે.
સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને તમાચોઃ કોઈ સાચો ભારતીય સૈન્ય વિશે આવું નિવેદન કરી જ ન શકે
ઈંગ્લેન્ડની ટીમ માટે બીજી ઇનિંગ્સમાં હેરી બ્રૂક અને જો રૂટ સૌથી મોટા હીરો સાબિત થયા. આ બંને ખેલાડીઓએ સદી ફટકારી. બ્રૂકે ઝડપથી રન બનાવતા માત્ર 91 બોલમાં સદી ફટકારી હતી. તેમણે મેચમાં 111 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. રૂટે 110 રન બનાવ્યા. ઓપનિંગ માટે ઉતરેલા બેન ડકેટે પણ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને 54 રનની ઇનિંગ રમી હતી. પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ ઝડપથી લીધી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હોવા છતાં ક્રિસ વોક્સ બેટિંગ માટે ઉતર્યા.
ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 224 રન બનાવ્યા હતા. તે સમયે કરુણ નાયરે અડધી સદી ફટકારીને 57 રન બનાવ્યા હતા, જ્યારે બાકીના બેટ્સમેનો સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 247 રન બનાવ્યા અને પ્રથમ ઇનિંગ્સના આધારે 23 રનની મહત્ત્વની લીડ મેળવી લીધી. ઈંગ્લેન્ડ માટે ઝેક ક્રાઉલીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર-ચાર વિકેટ ઝડપી હતી.
ભાગ્યશ્રીએ ‘ઇસ્લામ અને નિકાહ’ સ્વીકાર્યા નહીં, ઘરમાં ઘૂસીને રહેસી નાખી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












