ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

Video – પાલનપુરના આ ગામમાં મંદિર ઉપર વીજળી પડી, થયો મોટો ચમત્કાર?

બનાસકાંઠા 26 જૂન 2025: પાલનપુર તાલુકાના રતનપુર ગામમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ગામના રામેશ્વર મહાદેવ મંદિરે વીજળી પડતાં લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાયો છે. આ ઘટના દરમિયાન મંદિરના ગર્ભગૃહ ઉપર વીજળી સીધી પડતા મંદિરના મુખ્ય શિવલિંગ તુટી ગઈ હતી. જાણાકારી મુજબ, મંદિરને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ શિવલિંગના ટુકડા તૂટી મંદિરની બહાર સુધી ફેંકાયા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજળી પડતાં મંદિરના અંદર ભારે ધ્રુજારી સાથે પ્રકાશ થયો અને મંદિરના અંદર સ્થાપિત શિવલિંગ ભાંગી ગઈ હતો. વિસ્ફોટ જેવો આ અવાજ સાંભળી ગ્રામજનો મંદિર તરફ દોડી ગયા હતા. ઘટના પછી મંદિરમાં ભક્તોમાં ભય સાથે આશ્ચર્ય પણ જોવા મળ્યું હતું.

શું કારણે શિવલિંગ તૂટ્યું?

ઘટનાને લઈને સ્થાનિકોમાં વિવિધ ધાર્મિક માન્યતાઓના આધારે ચર્ચાઓ શરૂ થઈ છે. કોઈ આ ઘટનાને ચમત્કાર માને છે, તો કોઈ દૈવી સંકેત ગણાવે છે. બીજી તરફ વળી વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો વીજળીના ઘાતક દબાણથી પથ્થર જેવી કઠણ વસ્તુ પણ તૂટી શકે છે, અને એજ કારણે શિવલિંગ તૂટી ગયું હોવાની શક્યતા જણાઈ રહી છે. સાથે સ્થળ પર કોઈ જાનહાનિ થઈ નથી તે સારી બાબત છે, પરંતુ શિવલિંગ તૂટી જવા સાથે ભક્તોમાં ભાવનાત્મક ઉતારચઢાવ જોવા મળ્યા છે. હાલ મંદિરમાં યથાવત પૂજાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: જૂનાગઢમાં ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારના આલિશાન બંગલો અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું

Back to top button