ચાલો થઈ જાઓ તૈયાર…રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે

રાજકોટ, 23 મે 2025: બાળકો, વડીલો, યુવક, યુવતીઓ બધાજ થઈ જાઓ તૈયાર….બાળકોથી માંડીને વડીલો સુધી બધા લોકો મેળાની આતુરતાથી રાહ જોતાં હોય છે. તો આ વર્ષે એટલે લે 2025માં જન્માષ્ટમીનો મેળો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે. મેળામાં અનેક ખાણી-પીણીના સ્ટોલ, કોસ્મેટિકના સ્ટોલ, રમકડાંના સ્ટોલ, તેમજ રાઈડ્સ જોવા મળે છે.
રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવે છે. તેમજ રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં ભરાતો સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ વિદેશમાં પણ ખુબ જ પ્રખ્યાત છે. આ મેળાને નીહાળવા લોકો રાજકોટ સહિત અન્ય જિલ્લામાંથી પણ આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ સાતમ આઠમને લઈ આ મેળો યોજવામાં આવશે. મળતી માહિતી દરમિયાન, આ વર્ષે પણ લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાશે. આ વર્ષે મેળામાં નવી નવી રાઈડ્સ જોવા મળશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવતા હોય છે. ત્યારે લોકોમેળાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે.
આ પણ વાંચો..આપણો આ દેશી થેલો અમેરિકનો 48-48 ડૉલરમાં ખરીદી રહ્યા છે, બોલો!












