લૉ કોલેજ દુષ્કર્મ કેસમાં મમતા સરકારે સીલબંધ કવરમાં સોંપ્યો તપાસ રિપોર્ટઃ જાણો કોર્ટે શું કહ્યું

નવી દિલ્હીઃ 10 જુલાઈ, 2025: Kolkata Rape Case: દક્ષિણ કોલકાત્તા લૉ કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે પશ્ચિમ બંગાળ સરકારે કોલકાત્તા હાઇકોર્ટે તપાસનો પ્રગતિ રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ કોલકાત્તા પોલીસ તરફથી કરવામાં આવી રહેલા તપાસના આધારે કરવામાં આવી છે અને તેને સીલબંધ કવરમાં કોર્ટને સોંપવામાં આવ્યું છે.
કોર્ટે કેસ ડાયરીનું કર્યું નિરીક્ષણ
જસ્ટિસ સૌમેંદ્ર સેન અને અને જસ્ટિસ સ્મિતા દાસ ડેની ખંડપીઠે પોલીસે કેસ ડાયરીને પણ જોઈ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો કે, તે ચાર અઠવાડિયાની તપાસમાં થેયલી પ્રગતિનો નવો રિપોર્ટ દાખલ કર્યો. આ કેસની આગળની સુનાવણી 17 જુલાઈએ થશે. આ મામલે કોર્ટે કહ્યું કે, રિપોર્ટની નકલ પીડિત પરિવારના વકીલને આપી શકાય છે, પરંતુ તેની માહિતી જાહેર ન કરવી જોઈએ.
ત્રણ જનહિતની અરજી દાખલ કરી
આ પહેલા 3 જુલાઈના દિવસે કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો કે, તપાસની પ્રગતિ સોગંદનામાના રૂપમાં રજૂ કરવા અને કેસ ડાયરી કોર્ટ સમક્ષ રજૂ કરવી. આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ આ ચોંકાવનારી ઘટના પર પ્રશ્નો ઉઠાવતા ઘણા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે, જેના પર કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબો માંગ્યા છે.
કોર્ટે સરકારને પૂછ્યા પ્રશ્ન
કોલેજ સમય પછી એક પૂર્વ વિદ્યાર્થીને કેમ્પસમાં કેવી રીતે પ્રવેશ મળ્યો? મોડી રાત સુધી કોલેજ સ્ટાફ કેમ્પસમાં કેમ હાજર હતો? અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે કોલેજમાં કયા સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા? જ્યારે પીડિતાએ પહેલાથી જ વહીવટીતંત્ર અને પોલીસને ધમકીઓ વિશે જાણ કરી દીધી હતી, તો શા માટે કોઈ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નહીં?
સીબીઆઈ તપાસની પણ માંગ
એક અરજદારે આરોપ લગાવ્યો હતો કે, મુખ્ય આરોપી મનોજીત મિશ્રા રાજ્યના શાસક પક્ષ સાથે સંકળાયેલો છે. તેથી તપાસ કોલકાતા પોલીસ પાસેથી સીબીઆઈને સોંપવી જોઈએ જેથી તે ન્યાયી બને અને સીબીઆઈ પ્રારંભિક તપાસ કરે અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરે. અન્ય અરજદારોએ રાજ્યની તમામ કોલેજોમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ અને સુરક્ષા મજબૂત બનાવવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈ મહત્વનો નિર્ણય, યાંત્રિક રાઈડ્સ માટે કલેક્ટરનું અલ્ટીમેટમ
આ પણ વાંચોઃ Skincare Tips: 5 રૂપિયાની આ વસ્તુથી બ્લીચ કરો, ચંદ્રની જેમ ચમકશે ચહેરો












