જૈસી કરની વૈસી ભરની/ ભારતમાં મોટા હુમલા કરનાર લશ્કરે તૈયબાનો આતંકી તડપી-તડપીને મર્યો

પાકિસ્તાન, 24 જુલાઈ 2025: 2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલા અને 26/11 ના મુંબઈ હુમલામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લશ્કરના ખૂંખાર આતંકવાદી અબ્દુલ અઝીઝનું હોસ્પિટલમાં ખૂબ જ પીડા સહન કર્યા બાદ મૃત્યુ થયું. 6-7 મેની રાત્રે ભારતના ઓપરેશન સિંદૂરમાં મિસાઈલ હુમલામાં તે ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન અબ્દુલ અઝીઝ અને તેના મૃત્યુ પછી તેના જનાજામાં આંસુ વહાવતા અન્ય લશ્કર આતંકવાદીઓની તસવીરો અને વીડિયો OsintTV પર સામે આવ્યા છે.
લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અબ્દુલ અઝીઝ કોણ હતો?
અબ્દુલ અઝીઝ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના ફંડિંગ ઓપરેટિવ અને વ્યૂહાત્મક મોડ્યુલ ઓપરેટર હતો. ભારતના ઓપરેશન સિંદૂરમાં ઘાયલ થયા બાદ તેનું આખરે પીડાદાયક મૃત્યુ થયું. થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. હવે તેના અંતિમ સંસ્કારના દૃશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. લશ્કરના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી, અબ્દુલ રઉફ અને સંગઠનના અન્ય મુખ્ય સભ્યો તેના અંતિમ સંસ્કારમાં આંસુ વહાવતા જોઈ શકાય છે.
🚨 Funeral visuals of Lashkar terrorist & fund collector Abdul Aziz emerge.
Admitted to hospital after illness spent final days in agony and died a miserable death.
Seen attending: LET deputy chief Saifullah Kasuri, Abdur Rauf, and other top terrorists.
👉 No jihad, no glory,… pic.twitter.com/B7u8meT2QQ
— OsintTV 📺 (@OsintTV) July 22, 2025
લશ્કરની કમર તૂટી ગઈ
અબ્દુલ અઝીઝ લશ્કર-એ-તૈયબાનો જૂનો અને વિશ્વાસુ સભ્ય હતો. તે ફક્ત એક આતંકવાદી જ નહોતો, પરંતુ સંગઠનનો મુખ્ય નાણાકીય સંચાલક અને ભંડોળ એકત્ર કરવાનો એજન્ટ હતો. એવું કહેવાય છે કે તે ખાડી દેશો, બ્રિટન અને અમેરિકામાં સ્થાયી થયેલા પાકિસ્તાનીઓ અને કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો પાસેથી દાન એકત્ર કરતો હતો અને તેને લશ્કરને મોકલતો હતો. આ ઉપરાંત, તે લોજિસ્ટિક્સ, શસ્ત્રો અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભરતી માટે પણ જવાબદાર હતો. હવે આ ભયાનક આતંકવાદીના મૃત્યુ સાથે, લશ્કરની કમર તૂટી ગઈ છે.
ભારતમાં તે કયા હુમલાઓમાં સામેલ હતો?
અબ્દુલ અઝીઝ પર ભારતમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ હોવાનો આરોપ છે. તે ઓપરેશન પ્લાનિંગમાં સીધો સામેલ નહોતો, પરંતુ પૈસા અને લોજિસ્ટિક્સ દ્વારા આતંકવાદી હુમલા શક્ય બનાવ્યા. ગુપ્તચર અહેવાલો અનુસાર, અબ્દુલ અઝીઝે 2001 માં સંસદ પર થયેલા હુમલા માટે પાકિસ્તાનથી ભંડોળ અને સાધનો મોકલવામાં મદદ કરી હતી.
આ ઉપરાંત, 2006 માં મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ભંડોળ સાથે અઝીઝની ભૂમિકા સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આ પછી, 2008 ના મુંબઈ હુમલામાં, લશ્કરનો આ આતંકવાદી દરિયાઈ માર્ગે શસ્ત્રો અને સેટેલાઇટ ફોનની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે કથિત રીતે જવાબદાર હતો. એટલું જ નહીં, તે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક મોડ્યુલોને નાણાકીય મદદ પૂરી પાડી રહ્યો છે અને તેણે કટ્ટરપંથી યુવાનોની ભરતીમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : આસામ, અરૂણાચલને ચીન તેના વિશ્વના સૌથી મોટા ડેમના પાણી છોડી ડૂબાડવા માગે છે? પાણી યુદ્ધ સામે ભારત કેટલું સજ્જ?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












