ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મની લોન્ડ્રીંગ કેસમાં રોબર્ટ વાડ્રાને EDનું સમન, પૂછપરછ માટે આજે બોલાવ્યા

નવી દિલ્હી, 15 એપ્રિલ 2025: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાને ઈડીએ સમન મોકલ્યું છે. રોબર્ટ વાડ્રાને લેન્ડ ડિલ મામલામાં પીએમએલએ અંતર્ગત ઈડીનું સમન મોકલાવ્યું છે. આ અગાઉ 8 એપ્રિલના રોજ પણ બોલાવ્યા હતા, પણ વાડ્રા પહોંચ્યા નહોતા. ઈડી તરફથી જાહેર કરવામાં આવેલું સમનમાં આજે એટલે કે 15 એપ્રિલના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સી તેમની ફર્મ સ્કાઈલાઈટ હોસ્પિટેલિટીથી સંબંધિત કથિત નાણાકીય ગરબડની તપાસ કરી રહી છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલામાં પાછલા વર્ષે મની લોન્ડ્રીંગનો એક મામલો નોંધાયો હતો. તેને લઈને પહેલા જ વાડ્રાને પૂછપરછ માટે બોલાવ્યા છે. પણ હાજર ન થવાના કારણે આજે સમન જાહેર કર્યું છે.

ED તરફથી બીજા સમન્સ પછી, વાડ્રા તેમના ઘરેથી ચાલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ જવા માટે નીકળી ગયા છે. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે સરકાર બદલાની કાર્યવાહી તરીકે કાર્યવાહી કરી રહી છે. મને ખબર નથી કે શું વાંક છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મારે કંઈ છુપાવવાની જરૂર નથી. છેલ્લા 20 વર્ષમાં અત્યાર સુધી તેમને કંઈ મળ્યું નથી, જો કંઈ હોય તો તેને આગળ લાવવું જોઈએ.

આખો મામલો ક્યારે છે?

ED અનુસાર, વાડ્રાની કંપનીએ ફેબ્રુઆરી 2008માં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ગુડગાંવના શિકોહપુરમાં 3.5 એકરનો પ્લોટ 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ વાડ્રાની કંપનીએ આ જમીન રિયલ એસ્ટેટ જાયન્ટ DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. આમાંથી થતી આવકમાંથી મની લોન્ડરિંગની શંકા છે. કેન્દ્રીય એજન્સી આ અણધાર્યા નફા પાછળના કારણની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારો વડોદરાનો યુવક નીકળ્યો, મુંબઈ પોલીસે ધરપકડ કરી

Back to top button