કુશાલ ટંડન અને શિવાંગી જોશીનું બ્રેકઅપ થયું, એક્ટરે પુષ્ટિ કરી

મુંબઈ, 16 જૂન 2025: કુશાલ ટંડન અને શિવાંગી જોશીના બ્રેકઅપની અટકળો ચાલી રહી હતી. હવે કુશાલે જાતે જ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાતનો ખુલાસો કર્યોં હતો, જેમાં તેણે લખ્યું હતું, “મારા બધા પ્રિય લોકોને જણાવવા માંગું છું કે હું અને શિવાંગી (જોશી) હવે સાથે નથી. આ 5 મહિનાથી એવું છે.” આ પોસ્ટ તેણે બાદમાં ડિલીટ કરી દીધી, પરંતુ ચાહકોએ તેના સ્ક્રીનશોટ લઈ લીધા હતા.
કુશાલના જણાવ્યા મુજબ, તેમનું બ્રેકઅપ 5 મહિના પહેલા (લગભગ જાન્યુઆરી 2025) થયું હતું. બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, અને કેટલાક ચાહકોનું માનવું છે કે શિવાંગીએ કુશાલને બ્લોક પણ કર્યા હોઈ શકે. જો કે શિવાંગીએ માર્ચ 2025માં કુશાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જેનાથી ચાહકોમાં કન્ફ્યુસન છે, કારણ કે કુશાલે દાવો કર્યો હતો કે બ્રેકઅપ 5 મહિના પહેલા થયું હતું.

કુશાલ અને શિવાંગીનું રિલેશન બરસાતેં – મૌસમ પ્યાર કા (જુલાઈ 2023 – ફેબ્રુઆરી 2024)ના શૂટિંગ દરમિયાન શરૂ થયું હતું.
ઓક્ટોબર 2024માં કુશાલે તેમના સંબંધની પુષ્ટિ કરી હતી, જણાવ્યું હતું કે તેઓ રિલેશનશિપમાં છે પણ લગ્ન વિશે કઈ વિચાર્યું નથી
બંનેએ થાઇલેન્ડમાં વેકેશન ગાળ્યું હતું અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની પોસ્ટ્સ શેર કરતા હતા.
શિવાંગીએ બ્રેકઅપ અંગે કોઈ નિવેદન આપ્યું નથી અને તે બડે અચ્છે લગતે હૈં 4 (16 જૂન, 2025થી શરૂ)ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
બ્રેકઅપનું કારણ સ્પષ્ટ નથી, અને કુશાલે પણ કોઈ વિગતો શેર કરી નથી.
આ પણ વાંચો : G20 શેરપા પદેથી અમિતાભ કાંતનું રાજીનામું, 45 વર્ષની સરકારી સેવાનો અંત












