ટ્રેન્ડિંગમનોરંજન

શ્રેયા કાલરાનો જલવો! શિવાંગીને હરાવી જીતી ‘લોક અપ 2’ની ટ્રોફી

 Lock Upp 2: 40 દિવસ સુધી ચાલેલા અવિરત કલેશ, તીખી બહેસ, બળવો, મિત્રતા, દિલ તૂટવાની ક્ષણો અને શ્વાસ થંભાવી દે તેવા ટાસ્ક બાદ આખરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિયાલિટી શો ‘લોક અપ ૨’ ને તેનો નવો વિજેતા મળી ગયો છે. 27 જૂને 15 સ્પર્ધકો સાથે શરૂ થયેલા આ બહુચર્ચિત શોના ગ્રાન્ડ ફિનાલેમાં દર્શકોનો સસ્પેન્સ ખતમ થયો અને શ્રેયા કાલરાએ આ સીઝનની ઝળહળતી ટ્રોફી તથા ₹1 કરોડનું બમ્પર કેશ પ્રાઈઝ પોતાના નામે કરી લીધું. શ્રેયા કાલરાની જીતથી શિલ્પા શેટ્ટી પણ ખૂબ ખુશ અને એક્સાઈટેડ જોવા મળી, જેવી જ શ્રેયાના નામની ફરાહ અને રિતેશે જાહેરાત કરી કે તે ઉછળી પડી.

સ્પર્ધામાં દિગ્ગજોને આપી માત

ગ્રાન્ડ ફિનાલેની રેસ અત્યંત રોમાંચક અને કાંટાની ટક્કર વાળી હતી. અંતિમ પડાવ સુધી પહોંચેલા ટોપ 5 ફાઇનલિસ્ટ્સ શ્રેયા કાલરા, શિવાંગી જોશી, શિલ્પા શિંદે, યોગેશ રાવત અને રામ કપૂર વચ્ચે ખિતાબી જંગ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર જ્યાં શ્રેયા કાલરા અને શિવાંગી જોશીના ફેન્સ વચ્ચે જબરદસ્ત ‘ફેન વોર’ છીડાયેલું હતું અને એ જ સાચું સાબિત થયું, આ બંને કન્ટેસ્ટન્ટ ફિનાલેમાં ટોપ ટૂમાં જોવા મળી અને શ્રેયાએ જીત દર્જ કરી.

ટોપ ટૂમાં પહોંચી શિવાંગી જોશી અને શ્રેયા કાલરા

ફરાહ ખાન અને રિતેશ દેશમુખ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતાનો નિર્ણય માત્ર અગાઉના પરફોર્મન્સના આધારે નહીં, પરંતુ અંતિમ ફિનાલે ટાસ્ક, જૂરી અને મીડિયાની સાથે સ્ટુડિયોમાં હાજર લોકોની વોટિંગ અનુસાર નક્કી થયો. શ્રેયાએ માત્ર ફિનાલે ટાસ્કમાં જ પોતાની માનસિક અને શારીરિક ક્ષમતાનો લોહ મનાવ્યો નથી, પરંતુ ઓડિયન્સ વોટિંગમાં પણ બાકીના દાવેદારોને પાછળ છોડી દીધા. નોંધનીય છે કે ફિનાલે પહેલા જ યોગેશે એક ટાસ્ક જીતીને ₹10 લાખની ઇનામી રકમ અગાઉથી જ સુરક્ષિત કરી લીધી હતી, જ્યારે અન્ય રનર-અપના હાથ ખાલી રહ્યા.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

વિવાદો અને ટ્વિસ્ટથી ભરેલી રહી 6 અઠવાડિયાની સફર

‘લોક અ૫ 2’ ની આ સીઝન તેના અનોખા ટ્વિસ્ટ અને ડ્રામા માટે યાદ રાખવામાં આવશે. છઠ્ઠા અઠવાડિયામાં હર્ષદ ચોપરા દ્વારા પોતાની ફિનાલે સીટ શિવાંગી જોશીને આપી દેવાના ત્યાગથી લઈને, આકાંક્ષા ચૌધરી અને વરુણ યાદવના બેઘર થવા (એક્ઝિટ) સુધી, દરેક મોડ પર દર્શકોને મોટો સરપ્રાઈઝ મળ્યો. શોની અંદર બનેલા સંબંધો અને રણનીતિઓ પર જ્યાં બહાર પણ ખૂબ ચર્ચાઓ થઈ, તો બીજી તરફ શ્રેયાએ શરૂઆતના દિવસથી જ દરેક વિવાદનો સામનો કરતા અને સાચા સમયે યોગ્ય સ્ટેન્ડ લેતા દર્શકોના દિલ જીતી લીધા.

જીત બાદ ખુશીથી ઝૂમી ઉઠી શ્રેયા

ટ્રોફી ઉપાડ્યા બાદ શ્રેયા અત્યંત ઉત્સાહિત જોવા મળી, તેણે ટ્રોફી હાથમાં લેતા જ તેને ચુંમી લીધી. તેણે આ ઐતિહાસિક જીતનો શ્રેય પોતાના ફેન્સ અને સતત સમર્થન આપનારા દર્શકોને આપ્યો. ₹1 કરોડનો જેકપોટ અને ‘લોક અ૫ ૨’ ના વિજેતાનો તાજ હવે સત્તાવાર રીતે શ્રેયા કાલરાના નામે નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો:સુરતમાં ભાજપ નેતાઓએ શિસ્તના ધજાગરા ઉડાડ્યા! MLAની ઑફિસમાં ટીપી કમિટી ચેરમેન અને કોર્પોરેટરના પતિ વચ્ચે ઝપાઝપી

આ પણ વાંચો:હવે AI પણ બનાવે છે નકલી એકાઉન્ટ! સુરક્ષા ટેસ્ટમાં સામે આવી ચોંકાવનારી હકીકત

Back to top button