કોલ્ટે-પાટીલ ડેવલપર્સે ઋષિકેશ પરાંદેકરને બનાવ્યા નવા CEO, 24 ઓગસ્ટથી સંભાળશે પદ

Hrishikesh Parandekar: મુંબઈ, પુણે અને બેંગલુરુના રિયલ એસ્ટેટ બજારમાં અગ્રણી કંપની એવી કોલ્ટે-પાટીલ ડેવલપર્સ લિમિટેડ (KPDL) દ્વારા એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ ઋષિકેશ પરાંદેકરને પોતાના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ નિમણૂક આગામી 24 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે.
વિકાસયાત્રાનો નવો તબક્કો
કંપની વિવિધ બજારોમાં પોતાના વિસ્તરણના એજન્ડાને વેગ આપી રહી છે. CEO તરીકે ઋષિકેશ પરાંદેકર વ્યવસાયના વિસ્તરણ, ઓપરેશનલ શ્રેષ્ઠતા અને શેરહોલ્ડરો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણની દિશામાં કંપનીનું નેતૃત્વ કરશે.
શ્રી ઋષિકેશ પરાંદેકરનું બેકગ્રાઉન્ડ
- શિક્ષણ: તેઓ IIM અમદાવાદના ગોલ્ડ મેડલિસ્ટ છે.
- અનુભવ: રિયલ એસ્ટેટ, રોકાણ અને વ્યૂહાત્મક નેતૃત્વ ક્ષેત્રે ત્રણ દાયકાથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે.
- પૂર્વ ભૂમિકાઓ: KPDLમાં જોડાતા પહેલા તેઓ Alpha Alternativesમાં સિનિયર પાર્ટનર હતા. અગાઉ તેઓ McKinsey & Company, Morgan Stanley, Karvy Group, Ambit Holdings અને Sugee Group જેવી નામાંકિત સંસ્થાઓમાં મહત્ત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
મેનેજમેન્ટ અને બોર્ડના પ્રતિભાવો
ઋષિકેશ પરાંદેકરની CEO તરીકે નિમણૂંક થતાં KPDL ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ પાટીલે કહ્યું કે, “કંપની હવે વિકાસ અને મોટા પાયે વિસ્તરણના તબક્કામાં પ્રવેશી રહી છે. હૃષિકેશનો ઊંડો અનુભવ અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણ KPDLને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.”
આ સિવાય KPDL ના હેડ ઓફ રિયલ એસ્ટેટ ઇન્ડિયા, બ્લેકસ્ટોન અને બોર્ડ ડિરેક્ટર અશિષ મોઠાએ કહ્યું કે, “ઋષિકેશનું નેતૃત્વ કંપનીની મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત છે, જે ભવિષ્ય માટે એક મજબૂત અને ઉચ્ચ-પ્રદર્શન કરતી સંસ્થા તૈયાર કરવામાં મદદરૂપ બનશે.”
કંપની વિશે ટૂંકમાં
વર્ષ 1991માં સ્થપાયેલી કોલ્ટે-પાટીલ ડેવલપર્સ લિમિટેડે (BSE: 532924, NSE: KOLTEPATIL) પુણે, મુંબઈ અને બેંગલુરુમાં 68થી વધુ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તાજેતરમાં જ કંપનીએ વૈશ્વિક રોકાણ દિગ્ગજ બ્લેકસ્ટોન (Blackstone) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે, જેના દ્વારા કંપનીમાં બ્લેકસ્ટોનનો 40% હિસ્સો છે.
આ પણ વાંચોઃ AUDAની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય: 14 TP સ્કીમમાં સુધારો, 4 નવી સ્કીમને મંજૂરી મળી
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, હાઈ કમિશન બહાર બુલડોઝર કાર્યવાહી કરી સુરક્ષા ઘેરો હટાવ્યો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












