ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટ્સ

KL રાહુલે આપ્યા જબરદસ્ત સમાચાર, સાંભળીને તમે પણ થઈ જશો ખુશ

મુંબઈ, 8 નવેમ્બર : ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ આ દિવસોમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. તમામ ટીકાઓ વચ્ચે KL રાહુલે એક મોટી જાહેરાત કરી છે. રાહુલે પોતાના ફેન્સને આપ્યા એવા સમાચાર, જેને સાંભળીને કોઈપણ ખુશ થઈ જશે. રાહુલે કહ્યું છે કે તે જલ્દી પિતા બનવા જઈ રહ્યો છે. ભારતીય બેટ્સમેને કહ્યું કે તેના અને તેની પત્ની આથિયા શેટ્ટીના ઘરે એક નાનો મહેમાન આવવાનો છે. રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેના પહેલા બાળકનો જન્મ 2025માં થશે.

રાહુલે શુક્રવાર, 8 નવેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને તેના ચાહકોને આ આશ્ચર્યજનક સમાચાર આપ્યા. પોતાની પોસ્ટમાં રાહુલે લખ્યું- ‘અમારા સુંદર આશીર્વાદ જલ્દી આવી રહ્યા છે. 2025.’

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

આ પણ વાંચો :‘હવે ભારત પણ વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ થવા હક્કદાર’, વ્લાદિમીર પુતિન

Back to top button