ટ્રેન્ડિંગનેશનલ

કિમ કાર્દાશિયનને થઈ મગજની ગંભીર બીમારી, જાણો કેટલી ગંભીર છે એક્ટ્રેસની હાલની સ્થિતિ

નવી દિલ્હીઃ 24 ઓક્ટોબર, 2025: જાણીતી અમેરિકન એક્ટ્રેસ કિમ કાર્દાશિયન 45 વર્ષની ઉંમરે એક ગંભીર બીમારીનો સામનો કરી રહી છે. 22 ઑક્ટોબરે ‘ધ કાર્દાશિયન્સ’ની સીઝન 7ના પ્રીમિયરમાં એક્ટ્રેસે ખુલાસો કર્યો કે, તેને બ્રેઇન એન્યુરિઝમ (Brain Aneurysm) છે. આ એક એવી સ્થિતિ છે જેમાં મગજમાં લોહીની નળીનો એક ભાગ નબળો પડી જાય છે અને ફૂલીને તેમાં લોહી ભરાઈ જાય છે. ડૉક્ટરોએ આ બીમારીનું મુખ્ય કારણ તણાવ (Stress) હોવાનું જણાવ્યું છે.

કિમ કાર્દાશિયને 2022માં પતિ કાન્યે વેસ્ટથી છૂટાછેડા લીધા હતા, જેના પછી જીવનમાં તણાવ વધ્યો હોવાનું માનવામાં આવે છે.

બ્રેઇન એન્યુરિઝમ શું છે?

અમેરિકાના ઓહાયોના ન્યુરોસર્જન ડો. બ્રાયન હોફલિંગરે આ બીમારી વિશે માહિતી આપતા જણાવ્યું કે, એન્યુરિઝમ મગજમાં રક્ત વાહિકાની નબળાઈ અથવા ફૂલવાની સ્થિતિ છે. અમેરિકામાં લગભગ 50માંથી એક વ્યક્તિને આ બીમારી થાય છે, એટલે કે લગભગ 60 લાખ લોકો તેનાથી પીડિત છે. જો ધમની ફાટ્યા વિના રહે તો તાત્કાલિક મેડિકલ સારવારની જરૂર નથી હોતી. પરંતુ જો મગજમાં લોહીની નળીઓ ફાટી જાય તો પરિણામ ગંભીર આવી શકે છે, જેનાથી મૃત્યુ અથવા નર્વ્સ ડેમેજનો ખતરો રહે છે.

મહિલાઓમાં ખતરો વધુ:

ડૉક્ટરે જણાવ્યું કે, બ્રેઇન એન્યુરિઝમ હવે મહિલાઓમાં થોડું વધુ સામાન્ય છે અને મહિલાઓમાં તેના ફાટવાની સંભાવના પણ થોડી વધુ હોય છે. જોકે, સારી વાત એ છે કે તેના ફાટવાનો વાર્ષિક દર 1 ટકાથી પણ ઓછો છે. તેથી, મોટા ભાગના ન ફાટેલા એન્યુરિઝમ માટે તાત્કાલિક સારવારની જરૂર નથી પડતી અને માત્ર ફોલો-અપ ઇમેજિંગ દ્વારા જ તેનું નિરીક્ષણ કરી શકાય છે.

એન્યુરિઝમનાં કારણો:

ન્યુરોસર્જને જણાવ્યું કે એન્યુરિઝમ થવાના ઘણા કારણો હોઈ શકે છે:

  1. આનુવંશિક કારણો (Genetic Reasons)
  2. હાઈ બ્લડ પ્રેશર
  3. તણાવ (Stress)
  4. નશીલા પદાર્થોનું સેવન (ખાસ કરીને કોકેઇન)
  5. એથરોસ્ક્લેરોસિસ જેવી મેડિકલ સ્થિતિઓ.

આ તમામ પરિબળો મળીને જોખમ વધારે છે, પરંતુ કોઈ એકને સીધું કારણ કહી શકાય નહીં. એન્યુરિઝમની સારવાર તેનો આકાર, સ્થળ અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

આ પણ વાંચો :અમદાવાદના વાડજ વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો

આ પણ વાંચો :આ ભવિષ્યવાણી ટળી શકશે નહીં, ભલે કોઈ ગમે તે કરે – બધું બદલાઇ જશે 

Back to top button