મલ્લિકાર્જુન ખડગેએ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડની નિંદા કરી, PM મોદીને ‘કાયર’ ગણાવ્યા

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યુથ કોંગ્રેસના અધ્યક્ષ અને અન્ય યુવા કાર્યકર્તાઓની ધરપકડની તીવ્ર નિંદા કરી છે. તેમણે આને લોકતંત્ર અને સંવિધાન વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું અને નરેન્દ્ર મોદી પર તીવ્ર આક્ષેપો કર્યા છે. ખડગેએ કહ્યું કે આ ધરપકડો કોંગ્રેસને ડરાવવાનો પ્રયાસ છે, પરંતુ પાર્ટી આની સામે મજબૂતીથી લડશે.
ખડગેએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, “હું યુથ કોંગ્રેસ અધ્યક્ષ અને અન્ય યુવા સાથીઓની આ પ્રકારની ધરપકડની નિંદા કરું છું. આજે યુવાનો નોકરી માટે પરેશાન છે અને દેશનું વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે કે યુવાનો ગુસ્સામાં છે.” તેમણે વધુમાં કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે વડાપ્રધાન મોદી દેશ માટે કંઈક સારું કરે, પરંતુ તેમણે દેશને બર્બાદ કરી દીધો છે.
मैं यूथ कांग्रेस अध्यक्ष और बाकी युवा साथियों की ऐसी गिरफ्तारी की निंदा करता हूं। आज युवा नौकरी के लिए परेशान हैं और देश का माहौल इतना खराब हो गया है, जिसकी वजह से युवा गुस्से में हैं।
मैं चाहता था कि PM मोदी देश के लिए कुछ अच्छा काम करेंगें, लेकिन उन्होंने देश को बर्बाद कर… pic.twitter.com/iaxx2eLh88
— Congress (@INCIndia) February 24, 2026
PM મોદી પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું, “નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે માથું ઝુકાવીને તેમની તમામ શરતો માની લીધી, જેનાથી આખો દેશ શરમ અનુભવે છે. નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતો સાથે પણ સમજૂતી કરી દીધી. તેઓ દેશને ગુલામીમાં ધકેલી રહ્યા છે.” તેમણે આરોપ લગાવ્યો કે યુવા સાથીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પછી મોદી કોંગ્રેસ પાર્ટીને ટાર્ગેટ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના લોકો કાયર નથી.
આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક કોંગ્રેસ સમર્થકોએ તેનું સમર્થન કર્યું છે, જ્યારે અન્યોએ તેને રાજકીય પ્રહાર ગણાવ્યો છે. આ ઘટના યુથ કોંગ્રેસના તાજેતરના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી છે, જેમાં તેમણે AI સમિટમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
આ પણ વાંચો: આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી દુર્ઘટના બનતા અટકી!












