કન્નપ્પાનું ધમાકેદાર ટ્રેલર: પ્રભાસ રુદ્ર અવતાર તો અક્ષય કુમાર શિવજીની ભૂમિકામાં

મુંબઈ, ૧૫ જૂન, ૨૦૨૫: છેલ્લા ઘણા સમયથી કન્નપ્પા ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે. અને દર્શકો જેની રાહ જોઈને બેઠા છે તે ફિલ્મ કન્નપ્પાનું ટ્રેલર ગઇકાલે નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. આ ટ્રેલર ખૂબ જ શાનદાર છે. અને ચાહકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
અક્ષય કુમાર ભગવાન શિવનું પાત્ર ભજવશે આ પહેલા ફિલ્મ OMG 2 માં તેણે આ રોલ ભજવ્યો હતો. પ્રભાસનો એક્શન અવતાર ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. આ ઉપરાંત ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલનો એક ખાસ કેમિયો પણ જોવા મળી રહ્યો છે.
દર્શકો સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ કન્નપ્પાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર બે દિવસ પહેલા રિલીઝ થવાનું હતું. પરંતુ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ નિર્માતાઓએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુલતવી રાખી હતી અને હવે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. અભિનેતા અક્ષય કુમારે પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કન્નપ્પા ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. કન્નપ્પા ફિલ્મનું ટ્રેલર એક બાળકથી શરૂ થાય છે, જે ભગવાનની મૂર્તિ પર પથ્થર ફેંકે છે અને કહે છે – “ના, આ ભગવાન નથી, ભગવાન નથી, આ એક પથ્થર છે. આ પછી અક્ષય કુમાર પ્રવેશ કરે છે, જે ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળે છે.
પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મમાં અક્ષય કુમાર, કાજલ અગ્રવાલ, મોહન બાબુ, વિષ્ણુ મંચુ, મધુ અને મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકા ભજવશે. જ્યારે કાજલ અગ્રવાલ ફિલ્મમાં માતા પાર્વતીની ભૂમિકામાં જોવા મળશે. કન્નપ્પા ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મોહન બાબુ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર્શકો આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ તેમજ હિન્દી ભાષામાં જોઈ શકશે. આ ફિલ્મ 27 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.












