ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કન્નડ લેખિકા બાનૂ મુશ્તાકે ઈતિહાસ રચી દીધો, હસીના એન્ડ અધર સ્ટોરીઝને મળ્યું બુકર પ્રાઈઝ

Booker prize: પ્રખ્યાત કન્નડ લેખિકા બાનુ મુશ્તાકને તેમના પ્રથમ પુસ્તક “હાર્ટ લેમ્પ” માટે બુકર પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો છે. બાનુના પુસ્તક ‘હસીના એન્ડ અધર સ્ટોરીઝ’ (Haseena and other Stories) અંગ્રેજીમાં અનુવાદ દીપા ભાસ્તી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પુસ્તકનું અંગ્રેજીમાં નામ ‘હાર્ટ લેમ્પ’ છે. આ પુસ્તક હવે 2025નો આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતી ગયું છે. અહીં ઉલ્લેખનિય છે કે, બાનુ મુશ્તાકનું પુસ્તક બુકર પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ થયું હતું. પરંતુ વિશ્વભરના 5 અન્ય પુસ્તકોને હરાવીને, આખરે તેણે બુકર પ્રાઇઝ જીત્યું છે.

બાનુ મુશ્તાકને બુકર પ્રાઇઝ મળ્યો

આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 ની જાહેરાત 20 મે, મંગળવારના રોજ લંડનમાં કરવામાં આવી હતી.  બુકર પ્રાઇઝની રકમ 50 હજાર પાઉન્ડ છે. બાનુ મુશ્તાક આ રકમ દીપા ભસ્તી સાથે શેર કરશે જેમણે પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. અહેવાલ મુજબ, બાનુ મુશ્તાકે તેમની પહેલી ટૂંકી વાર્તા 1950ના દાયકામાં લખી હતી. તે સમયે તેઓ કર્ણાટકના હસન શહેરમાં મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. બાનુ મુશ્તાક હાલમાં 77 વર્ષના છે. બાનુએ બુકર પ્રાઇઝ જીતીને ઇતિહાસ રચ્યો છે. બાનુ બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ કન્નડ લેખિકા બન્યા છે.

બાનુ મુશ્તાકે શું કહ્યું?

બાનુ મુશ્તાકનું બુકર પ્રાઇઝ 2025 વિજેતા પુસ્તક હાર્ટ લેમ્પ 30 વર્ષના સમયગાળામાં લખાયેલી તેમની 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. આ પુસ્તક કર્ણાટકની મુસ્લિમ મહિલાઓના રોજિંદા જીવનને બુદ્ધિ અને સંતુલન સાથે તેજસ્વી રીતે ચિત્રિત કરે છે. લંડનમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા બાનુ મુશ્તાકે કહ્યું, “એ એવી ક્ષણ છે જાણે હજારો આગિયા એક જ આકાશને એકસાથે પ્રકાશિત કરી રહી હોય.” દરમિયાન, દીપા ભાસ્તી આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક બન્યા છે.

આ પણ વાંચો: 32 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે ભારત, આજે રવાના થશે સાંસદોના 3 ડેલિગેશન

Back to top button