ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, અચાનક સંન્યાસથી ફેન્સને ચોંકાવ્યા

Kane Williamson Retirement : ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ક્રિકેટ ચાહકોના દિલ તોડી નાખ્યા છે. વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમણે બીજી ટેસ્ટ પહેલા નિવૃત્તિ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

 

35 વર્ષીય બેટિંગ દિગ્ગજ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી યાદગાર ક્ષણો આપી છે જેને ચાહકો હંમેશા યાદ રાખશે. કેન વિલિયમસનને ન્યૂઝીલેન્ડના મહાન ખેલાડીઓમાંના એક ગણવામાં આવશે. તેમના નામે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ રન અને સદીનો રેકોર્ડ છે. તેમની કેપ્ટનશીપ હેઠળ, કિવી ટીમે ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

2010માં ભારત સામે મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યો પ્રવેશ

 

2010માં ભારત સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર કેન વિલિયમસન એવા થોડા વિદેશી ખેલાડીઓમાંના એક છે જેમને ભારતીય ચાહકો ખૂબ જ પ્રશંસા કરે છે. તે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો પણ સારો મિત્ર છે. બંનેએ સાથે મળીને ક્રિકેટ જગતમાં પોતાની ઓળખ સ્થાપિત કરી હતી. કોહલી અને વિલિયમસન 2008ના અંડર-19 વર્લ્ડ કપમાં રમ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેન વિલિયમસનનો રેકોર્ડ

 

કેન વિલિયમસનની સૌથી મોટી સિદ્ધિ એ છે કે, ન્યુઝીલેન્ડે હજુ સુધી તેના જેવો બેટ્સમેન પેદા કર્યો નથી. આ સ્ટાર ખેલાડીએ પોતાના દેશ માટે અનેક રેકોર્ડ બનાવ્યા છે. વિલિયમસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન અને સૌથી વધુ સદીનો રેકોર્ડ ધરાવે છે. બ્લેક કેપ્સ માટે સૌથી વધુ ટેસ્ટ રન અને સૌથી વધુ ટેસ્ટ સદીનો રેકોર્ડ પણ તેના નામે છે.

 

આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવાઈ સુરક્ષા કરાઈ મજબૂત, સલામતી અંગે લેવાયા પગલા

Back to top button