કાજોલે સુહાનાને બર્થડે વિશ કરી કહ્યું કંઈક એવું કે લોકોનું ધ્યાન ખેંચાયું

- કાજોલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સુહાનાનો એક સુંદર હસતો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં સુહાનાનો અંદાજ જોવા જેવો છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની પુત્રી અને અભિનેત્રી Suhana ખાન પણ તેના પિતાની જેમ ઇન્ડસ્ટ્રીમાંનામ કમાવામાં વ્યસ્ત છે. સુહાના આજે તેનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે, સુહાનાનો પરિવાર અને મિત્રો તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી અને એક સમયની શાહરૂખ ખાનની બેસ્ટ ફ્રેન્ડ અને સહ અભિનેત્રી કાજોલે Kajol પણ સુહાનાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કાજોલના જન્મદિવસના શુભેચ્છા સંદેશે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જાણો કાજોલે એવું તે શું લખ્યું છે.
આ વર્ષ તારા માટે ખૂબ જ સારું રહેશે
કાજોલે સુહાના ખાનને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. કાજોલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સુહાનાનો એક સુંદર હસતો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં સુહાનાનો અંદાજ જોવા જેવો છે. આ ફોટા સાથે કાજોલે લખ્યું, ‘હેપ્પી બર્થડે સુહાના.’ મને ખબર છે કે આ વર્ષ તારા માટે ખૂબ જ સારું રહેશે. કાજોલનું આ નિવેદન તેની આગામી ફિલ્મ તરફ ઈશારો કરી રહ્યું છે.
અનન્યા પાંડેએ પણ શુભેચ્છા પાઠવી
કાજોલ ઉપરાંત સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડેએ પણ તેને શુભેચ્છા પાઠવી છે. અનન્યાએ એક જૂનો ફોટો શેર કર્યો છે જેમાં સુહાના તેના નાના ભાઈ અબરામ અને શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે. આ સાથે અનન્યાએ સુહાનાને ‘સુજી પાઈ’ કહી અને લખ્યું કે દુનિયામાં સુહાના જેવું બીજું કોઈ નથી.
કિંગમાં જોવા મળશે
સુહાના ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગઈ છે. તેમાં સુહાનાએ વેરોનિકાની ભૂમિકા ભજવી હતી. હવે તે ટૂંક સમયમાં તેના પિતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ કિંગમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભય વર્મા, જયદીપ અહલાવત જેવા અન્ય ઘણા મોટા સ્ટાર્સ પણ આ એક્શન-થ્રિલર ફિલ્મમાં જોવા મળશે .
આ પણ વાંચોઃ સલમાનખાનના ઘરમાં ઘૂસ્યો શંકાસ્પદ વ્યક્તિ, પોલીસે પૂછપરછ શરૂ કરી












