Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

4 લાખ તો હું મારા શ્વાન પર ખર્ચ કરૂ છું… જસ્ટિસ દત્તાએ સંભળાવ્યો પૂર્વ CJI નો અનોખો કિસ્સો

Justice Dipankar Datta: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં ન્યાયતંત્રમાં નિમણૂકો અને પ્રતિભાશાળી વકીલોના અભાવ અંગે ખૂબ જ રસપ્રદ અને આંખ ઉઘાડનારા કિસ્સાઓ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે એક વકીલે પગાર ઓછો હોવાને કારણે જજ બનવાની ઓફર ઠુકરાવી દીધી હતી.

પગાર 2.25 લાખ, પણ કુતરાનો ખર્ચ 4 લાખ!

જસ્ટિસ દત્તાએ એક પૂર્વ ચીફ જસ્ટિસ (CJI) અને એક વરિષ્ઠ એડવોકેટ વચ્ચેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, જ્યારે CJI એ તે વકીલને જજ બનવાની ઓફર આપી, ત્યારે વકીલે પહેલો પ્રશ્ન પગાર વિશે પૂછ્યો. જવાબ મળ્યો કે ₹2.25 લાખ અને ભથ્થાં. આ સાંભળીને વકીલે જે કહ્યું તે સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા.

વકીલે કહ્યું, “સાહેબ, મારા ઘરે ચાર પાળતુ પ્રાણીઓ છે અને તેમનો જ માસિક ખર્ચ ₹4 લાખથી વધુ છે. જો હું આટલા પગારમાં જજ બનું, તો મારે ઘર ચલાવવા માટે ચોરી કરવી પડે!”

દરેક વ્યક્તિ ‘સન્યાસી’ નથી હોતી

આ કિસ્સા દ્વારા જસ્ટિસ દત્તાએ ન્યાયતંત્રની વાસ્તવિકતા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, સૌથી પ્રતિભાશાળી લોકો ન્યાયતંત્રમાં આવવા તૈયાર નથી કારણ કે તેમને યોગ્ય પ્રોત્સાહન (Incentive) મળતું નથી. દરેક વ્યક્તિ સન્યાસી નથી હોતી કે જે પોતાની અંગત જિંદગી અને આર્થિક સ્થિતિનો વિચાર કર્યા વગર સેવામાં આવી જાય. જો બેન્ચ પર ઉચ્ચ ગુણવત્તાવાળા લોકો નહીં હોય, તો કેસોના ઝડપી નિકાલની અપેક્ષા રાખવી મુશ્કેલ છે.

બીજો કિસ્સો: મોડું થતા વકીલે ઓફર નકારી

તેમણે વધુ એક કિસ્સો સંભળાવ્યો કે જેમાં 45 વર્ષની ઉંમરે એક વકીલનું નામ જજ માટે મોકલવામાં આવ્યું હતું, પણ કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેની પ્રક્રિયામાં 2 વર્ષ નીકળી ગયા. જ્યારે ફરીથી તેમની ભલામણ થઈ, ત્યારે તે વકીલે હાથ જોડીને ના પાડી દીધી. તેમણે કહ્યું કે, “આ બે વર્ષમાં મારી પ્રેક્ટિસ નબળી પડી ગઈ છે, હવે મને શરમિંદા ન કરો.”

જસ્ટિસ દત્તાના આ નિવેદનોએ ન્યાયતંત્રમાં નિમણૂકની ધીમી પ્રક્રિયા અને આર્થિક પાસાઓ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ ચોંકાવનારો બનાવ: પરિવાર મૃત સમજીને કરતો રહ્યો શ્રાદ્ધ, 11 વર્ષ બાદ વૃધ્ધા આવ્યા ઘરે

આ પણ વાંચોઃ કોઈ બહાનું નહી ચાલે, હવે મતદાન મથકો પર મોબાઈલ જમા કરાવવા પડશે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button