Jolly LLB 3 નું ટ્રેલર રિલીઝ, જુઓ અક્ષયકુમાર અને અરશદ વારસીની કોર્ટમાં જબરજસ્ત ટક્કર

- Jolly LLB 3 ફિલ્મનું ટ્રેલર બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ સ્ટાર સ્ટુડિયોના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું
HD ન્યુઝ ડેસ્કઃ અક્ષય કુમાર અને અરશદ વારસીની બહુપ્રતિક્ષિત ફિલ્મ Jolly LLB 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પહેલી વાર બંને સ્ટાર્સ એક જ કોર્ટરૂમમાં વકીલો તરીકે લડતા જોવા મળે છે. ન્યાયાધીશ તરીકે સૌરભ શુક્લાની મજબૂત ભૂમિકા અને તીવ્ર ચર્ચાઓથી ભરેલા આ ટ્રેલરથી ચાહકોની ઉત્સુકતામાં વધુ વધારો થયો છે.
Jolly LLB 3 ફિલ્મનું ટ્રેલર બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ સ્ટાર સ્ટુડિયોના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં સ્ટાર સ્ટુડિયોએ લખ્યું છે કે જ્યારે બે જોલી એકબીજાનો સામનો કરશે, ત્યારે ડબલ કોમેડી, કેઓસ અને ક્લેશ થશે!
ટ્રેલર લોન્ચ સમયે જબરદસ્ત પ્રતિસાદ
ફિલ્મનું ટ્રેલર કાનપુરમાં મોટા પાયે લોન્ચ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અક્ષય કુમારે પોતાના દેશી અંદાજથી ચાહકોના દિલ જીતી લીધા છે. તેમણે ગળામાં મોટો ગમછો પહેર્યો છે અને કાનપુરિયા અંદાજમાં દર્શકો સાથે વાત કરી રહ્યા છે.
View this post on Instagram
ફિલ્મની વાર્તા શું છે?
સુભાષ કપૂર દિગ્દર્શિત આ ફિલ્મની વાર્તા આ વખતે વધુ રસપ્રદ બનવાની છે. ફિલ્મમાં અરશદ વારસી અને અક્ષય કુમાર બંને ‘જોલી’ ના અલગ અલગ પાત્રોમાં કોર્ટમાં સામસામે ઉભા રહેશે. તે જ સમયે જજ તરીકે સૌરભ શુક્લા તેમના ખાસ કોમિક ટાઈમિંગથી કોર્ટ રૂમને વધુ મનોરંજક બનાવવા જઈ રહ્યા છે.
જાણો ફિલ્મ કયા દિવસે રિલીઝ થશે
સુભાષ કપૂર દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ કોર્ટરૂમ ડ્રામા અજિત અંધારે અને આલોક જૈન દ્વારા નિર્મિત છે. તેમાં અક્ષય કુમાર અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત સૌરભ શુક્લા, હુમા કુરેશી, અમૃતા રાવ અને સંજય મિશ્રા જેવા પ્રખ્યાત કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ ‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બર 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચોઃ કાજોલ અને ટ્વિંકલ ખન્ના નવા ટોક શોમાં કરશે ફુલ મસ્તી, જાણો ક્યાં અને ક્યારે જોશો












